________________
બત્રીશી-૬, લેખાંક-૩૨
૩૪૫ ને જો એવી વિપરીત પ્રવૃત્તિ વખતે, આ પ્રવૃત્તિ “મારે ન કરાયત્યાજ્ય છે-મારા વ્રતને વિરોધી છે” આવી કોઈ સાવધાની આવવા છતાં પ્રમાદાદિવશ વિપરીત આચરણ એકવાર કર્યું. બીજીવાર કર્યું.. ત્રીજીવાર કર્યું.. એમ વારંવાર કરવાથી પછી સાવધાની આવવી પણ બંધ થઈ જવાની શક્યતા ઊભી થાય છે. જો એ બંધ થઈ જાય તો તત્ત્વબોધનો સંસ્કાર નષ્ટ થઈ ગયો એમ સમજવું જોઈએ.
જેમ હેયની નિવૃત્તિ માટે કહ્યું એમ ઉપાદેયની પ્રવૃત્તિ અંગે જાણવું... દિવસ દરમિયાન હલન-ચલન વખતે પૂજવા-પ્રમાર્જવાનો એવો અભ્યાસ પડ્યો હોય કે જેથી રાત્રે નિદ્રામાં પણ પડખું ફેરવવાના અવસરે સંસ્કારવશાત્ રજોહરણથી પ્રમાર્જના થઈ જાય. સ્વમમાં પણ બોલવાનો પ્રસંગ આવે તો મુહપત્તિ મુખ આગળ આવી જાય. કોઈ એવી ગાઢ બિમારીમાં હાથ પગ હલાવી શકાય એમ ન હોય તો પણ બોલતી વખતે મુહપત્તી મુખ પાસે લઈ જવાનો ખ્યાલ રહ્યા કરે ને નથી લઈ જવાતી એનો ડંખ રહે તો તત્ત્વસંવેદનનો સંસ્કારરૂપ સંબંધ છે એમ જાણવું. આ બાબતમાં પણ હેયવત્ જાણવું. એટલે કે જાગ્રત અવસ્થામાં પણ બારી વાસતાં-ઉઘાડતાં પૂંજવાનું, એમ બોલતી વખતે મુહપત્તી મુખ પાસે લઈ જવાનું વગેરે યાદ આવે તો તત્ત્વબોધનો સંસ્કારરૂપ સંબંધ છે ને એ વખતે પંજવું વગેરે પણ અચૂક થાય તો તત્ત્વસંવેદનનો સંસ્કારાત્મક સંબંધ થયેલો નિશ્ચિત કરી શકાય.
પાક્ષિકસૂત્રમાં “અલોહિયાએ-અનભિગમેણે-અભિગમેણ વા પમાએણે” આ જે પદો છે તે આનું સૂચન કરનારા લાગે છે. રોજિંદા જીવનમાં ઉપસ્થિત થતી પરિસ્થિતિઓમાં કેવી પ્રવૃત્તિ ત્યાજ્ય છે ને કેવી ઉપાદેય છે ? એનો શાસ્ત્રવચનાદિને અનુસરીને નિર્ણય કરી રાખ્યો હોય તો એ બોધ કહેવાય છે. રોજ અનેકશઃ કરેમિ ભંતે બોલવા છતાં, તે તે પરિસ્થિતિમાં મારા કેવા કેવા આચાર-વિચાર ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org