________________
પાંચમી બત્રીશીમાં જિનભક્તિનું લેખાંક નિરૂપણ કર્યું. આ જિનભક્તિ-જિનપૂજા
એ દ્રવ્યસ્તવ છે. ને આ દ્રવ્યસ્તવ, જેમાં - ૩૨
સંપૂર્ણ જિનાજ્ઞાપાલન છે એવા સાધુ
'જીવન-સ્વરૂપ ભાવસ્તવનું કારણ છે. એટલે સાધુજીવનનું સામર્થ્ય = સાધુતાની પરિપૂર્ણતા છઠ્ઠી બત્રીશીમાં કહેવાય છે. અથવા, પ્રથમ અવંચક -યોગાવંચકના સંપાદન માટે ચોથી બત્રીશીમાં જિનમહત્ત્વની વાત કરી. બીજા અવંચક-ક્રિયાવંચકના સંપાદન માટે પાંચમી બત્રીશીમાં ભક્તિની વાત કરી. હવે, સાનુબંધ ફળપ્રાપ્તિ સ્વરૂપ ત્રીજો અવંચક જે ફલાવંચક, તેના સંપાદન માટે દ્રવ્યસ્તવાત્મક ભક્તિના ફળસ્વરૂપ ભાવસ્તવનું-સાધુસમયનું છઠ્ઠી બત્રીશીમાં નિરૂપણ કરવામાં આવે છે. માટે આ છઠ્ઠી બત્રીશીનું સાધુસામયદ્વાર્નિંશિકા એવું નામ છે.
જેઓ સમ્યગુજ્ઞાનના પ્રભાવે જ્ઞાની છે, સર્વસંપન્કર ભિક્ષાના કારણે વાસ્તવિક ભિક્ષુ છે અને જ્ઞાનગર્ભિતવૈરાગ્યને લઈને વિરક્ત છે એ વાસ્તવિક સંયમી મહાત્મા છે. ચારિત્ર એકાદ અંશે સમૃદ્ધ હોય એમ નહીં, દરેક અંશે સમૃદ્ધ હોય તો સાધુસામગ્ય કહેવાય છે. એ માટે ત્રણ ચીજો-જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય આવશ્યક છે. એટલે આ બત્રીશીમાં ક્રમશઃ આ ત્રણેનું નિરૂપણ કરવામાં આવે છે. એમાંથી યશોદેશં નિર્દેશક ન્યાયે (=જે ક્રમે સામાન્ય રીતે ઉલ્લેખ કર્યો હોય એ ક્રમે વિશેષરૂપે નિરૂપણ કરવું એવા ન્યાયે) સૌ પ્રથમ જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવે છે -
જ્ઞાનના ત્રણ પ્રકાર છે-વિષયપ્રતિભાસ, આત્મપરિણામવત્ અને તત્ત્વસંવેદન. જે જ્ઞાનમાં માત્ર વિષય જ ભાસે છે, પણ ભેગા એનો “આ હેય (ત્યાજ્ય) છે' એવી રીતે હેત્વાદિ ધર્મ ભાસતો નથી એ જ્ઞાનને વિષયપ્રતિભાસજ્ઞાન કહે છે. અહીં “હેયત્વાદિ એમ જે કહ્યું છે તેમાં રહેલા “આદિ' શબ્દથી ઉપાદેયત્વ અને ઉપેક્ષ્યત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org