________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
મિથ્યાત્વીજીવ આ ઇતરાંશને નકારતો હોય છે. કારણકે એનું જ્ઞાન હેયને ઉપાદેય જણાવે છે ને ઉપાદેયને હેય જણાવે છે. તેથી એના જ્ઞાનનો વિષય તદિતરાંશના નિષેધવાળો હોવાથી અતત્ત્વ છે, ને તેથી એનું સંવેદન તત્ત્વસંવેદનરૂપ બનતું નથી.
૩૩૮
વળી સંવેદનશબ્દમાં રહેલા ‘સં' શબ્દનો ‘સમ્યક્' એવો જે અર્થ છે એ અવિરતસમ્યક્ત્વીના જ્ઞાનની (= આત્મપરિણામવત જ્ઞાનની) બાદબાકી કરે છે, કારણ કે એનું જ્ઞાન વિરતિમાં પરિણમતું નથી. આશય એ છે કે ‘જ્ઞાનસ્ય ફલં વિરતિઃ’ આવું વચન જણાવે છે કે જ્ઞાનનું ફળ વિરતિ (= પાપવિરામ) છે. ‘જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ' આવું વાક્ય જણાવે છે કે જ્ઞાન અને ક્રિયા એ બેથી મોક્ષ મળે છે, એટલે કે જ્ઞાન-ક્રિયા એ મોક્ષમાર્ગ છે. વિરતિધરનું જ્ઞાન વિરતિને પેદા કરે છે ને વિરતિક્રિયાની સાથે મળીને સંપૂર્ણ મોક્ષમાર્ગરૂપ બને છે. મિથ્યાત્વીનું જ્ઞાન હેયને ઉપાદેયરૂપ જણાવી એમાં પ્રવૃત્તિ કરાવે છે ને ઉપાદેયને હેય જણાવી એની નિવૃત્તિ કરાવે છે. એટલે કે એનું મિથ્યાજ્ઞાન પાપથી વિરતિના બદલે પ્રવૃત્તિ કરાવે છે ને સંસારના માર્ગરૂપ બને છે. માટે એ અજ્ઞાન કહેવાય છે. ટૂંકમાં વિરતિધરને હેય પદાર્થ હેયરૂપે જ ભાસે છે ને એ એનાથી અટકે જ છે. મિથ્યાત્વીને એ ઉપાદેયરૂપે ભાસે છે ને એ એમાં પ્રવૃત્તિ જ કરે છે. એટલે કે આ બંનેને જેવું જ્ઞાન છે એ મુજબ જ પ્રવૃત્તિ-નિવૃત્તિ હોય છે. પણ અવિરતસમ્યગ્દષ્ટિની બાબતમાં આવું નથી. એનું જ્ઞાન છે તો જ્ઞાન જ, અજ્ઞાન નથી, કારણ કે (૧) હેયને હેય તરીકે જણાવે છે ને ઉપાદેયને ઉપાદેય તરીકે જણાવે છે. તથા, (૨) વિરતિક્રિયાને લાવી આપતું નથી, ને તેથી ક્રિયાઅંશની ન્યૂનતા રહેવાથી સંપૂર્ણ મોક્ષમાર્ગરૂપ ન બનતું હોવા છતાં અંશતઃ મોક્ષમાર્ગરૂપ તો બને જ છે, સંસારમાર્ગરૂપ કાંઈ બની જતું નથી. વળી, જ્ઞાન જ્ઞાનરૂપે જ જો કશુંક પેદા કરે તો તો વિરતિક્રિયાને જ પેદા કરે, વિષયકષાયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org