________________
બત્રીશી-૬, લેખાંક-૩૨
૩૪૧ છે. અવિરત સમ્યક્તીનું જ્ઞાન પણ આવું હોય છે. વિષયવિલાસમાં પડતા એનું જ્ઞાન એ વિલાસની ત્યાજ્યતાના અને એ વિલાસથી થનાર અનર્યાદિના નિશ્ચયવાળું હોય છે. ને છતાં ચારિત્ર મોહકર્મના ઉદયના કારણે એ વિષયવિલાસથી બચતો નથી ને તેથી અમર્યાદિત પામે છે. માટે એનું આત્મપરિણતિમતું જ્ઞાન અનર્થની પ્રાપ્તિથી યુક્ત કહેવાય છે.
ત્રીજું તત્ત્વસંવેદનશાન સાધુ ભગવંતોને હોય છે. એ સત્યવૃત્તિ = ઉપાદેયની પ્રવૃત્તિ અને અસનિવૃત્તિ = હેયની નિવૃત્તિ સ્વરૂપ વિરતિથી યુક્ત હોય છે અને નિર્વિબફળપ્રદ હોય છે. આ જ્ઞાન સમ્યજ્ઞાનના આવરણકર્મના = સજજ્ઞાનાવરણના ક્ષયોપશમથી પ્રગટ થાય છે.
પ્રશ્ન : અહીં મિથ્યાત્વી વગેરે ત્રણના પ્રતિભાસને ક્રમશ: અજ્ઞાનાવરણ, જ્ઞાનાવરણ અને સજજ્ઞાનાવરણના ક્ષયોપશમજન્ય તમે કહો છો. પણ કર્મગ્રન્થ વગેરેમાં તો જ્ઞાનાવરણકર્મના આવા ભેદોનો કે તેના ક્ષયોપશમના અજ્ઞાનાવરણક્ષયોપશમ વગેરે રૂપ મેદોનો ઉલ્લેખ જોવા મળતો નથી. તો આ ભેદોની સંગતિ શી રીતે કરવી ?
ઉત્તરઃ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ જ્યારે (૧) મિથ્યાત્વમોહનીય અને ચારિત્રમોહનીય એ બંનેના ઉદયથી સહકૃત હોય ત્યારે અજ્ઞાનાવરણક્ષયોપશમ કહેવાય છે (૨) મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમ અને ચારિત્રમોહનીયના ઉદયથી સહકૃત હોય ત્યારે જ્ઞાનાવરણક્ષયોપશમરૂપે કહેવાય છે અને (૩) મિથ્યાત્વમોહનીય તેમજ ચારિત્રમોહનીય એ બંનેના ક્ષયોપશમથી સહકૃત હોય છે ત્યારે સજજ્ઞાનાવરણક્ષયોપશમ કહેવાય છે. આ રીતે સંગતિ કરી શકાય.
પ્રશ્ન : પણ આગળ તો એમ કહેવાના છે કે મોહનીયકર્મ સ્વરૂપ અન્યકર્મ દ્વારા પ્રવૃત્તિના ભેદની સંગતિ ન કરવી, પણ જ્ઞાનના જ ભેદ દ્વારા કરવી...... તો એની સંગતિ શી રીતે કરવી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org