________________
૩૩૭
બત્રીશી-૬, લેખાંક-૩૨ સમક્ષ ઉપસ્થિત થયેલ પદાર્થનો બોધ ઈન્દ્રિય દ્વારા થવાનો છે. એટલે ઈન્દ્રિય તો પોતાની અપેક્ષાએ એ પદાર્થમાં જે હેવાદિ રહ્યા હોય એ જણાવવાની જ છે. પણ જ્યારે આત્મામાં સમ્યક્ત પરિણામ ઝળહળતો હોય છે ત્યારે એ પણ કાંઈ ચૂપ બેસી રહેતો નથી. ઉપસ્થિત થયેલા પદાર્થનો આત્માની દૃષ્ટિએ જેવો હેયવાદિ પરિણામ હોય એને એ જણાવે છે. એટલે કે ઇન્દ્રિય દ્વારા થતા બોધમાં વિષયરૂપે આ હેયવાદિને એ સમ્યક્ત ઘુસાડે છે. તેથી, તે તે વિષયનો આત્માની અપેક્ષાએ જે હેત્વાદિ પરિણામ હોય તે પણ જ્ઞાનમાં ભાસે છે, માટે એ આત્મપરિણામવત્ જ્ઞાન કહેવાય છે. - હવે ત્રીજું તત્ત્વસંવેદન જ્ઞાન વિચારીએ. તત્ત્વ = પરમાર્થ. તેનું પ્રવૃત્તિ-નિવૃત્તિ આદિથી ગર્ભિત એવું સમ્યફવેદન = સંવેદન જેમાં હોય તે તત્ત્વસંવેદન પ્રકારનું ત્રીજું જ્ઞાન છે. આના લક્ષણમાં “તત્ત્વ” પદ જે મૂક્યું છે એનાથી મિથ્યાજ્ઞાનની બાદબાકી થઈ જાય છે. આશય એ છે કે મિથ્યાષ્ટિના જ્ઞાનમાં પણ સંવેદન તો હોય જ છે. પણ એ અતત્ત્વનું સંવેદન હોય છે, કારણકે એમાં ઈતરાંશનો નિષેધ હોય છે. કહેવાનો ભાવ એ છે કે કોઈપણ વસ્તુ નિત્યત્વઅનિત્યત્વ, સામાન્યત્વ-વિશેષત્વ, એકત્વ-અનેકત્વ... વગેરે સપ્રતિપક્ષ ધર્મોથી સંકળાયેલી હોય છે. પણ મિથ્યાજ્ઞાન એમાંના એક-એક ધર્મોને જ જુએ છે, તદન્ય ધર્મનો નિષેધ કરે છે. એટલે કે એ જો વસ્તુને નિત્ય તરીકે જુએ છે તો છેતરાંશ = અનિત્યત્વનો નિષેધ કરે છે, અને જો એ વસ્તુને અનિત્ય તરીકે જુએ છે તો ઇતરાંશ = નિત્યત્વને નકારે છે. તેથી મિથ્યાજ્ઞાનમાં અનિત્યસ્વાદિરૂપ ઇતરાંશથી નહીં સંકળાયેલ વસ્તુ જે ભાસે છે તે અતત્ત્વ છે. ને તેથી એ સંવેદન તત્ત્વસંવેદન નથી, પણ અતત્ત્વસંવેદન છે. અથવા વિષયપ્રતિભાસમાં ઈન્દ્રિયની અપેક્ષાએ જે હેત્વાદિ સંવેદાય છે એની અપેક્ષાએ આત્માની અપેક્ષાએ જે હેયત્વાદિ ધર્મો છે તે છેતરાંશ' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org