________________
૩૩૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ધર્મો જાણવા. એટલે કે જ્ઞાનનો વિષય જ્યારે ઉપાદેય કે ઉપેક્ષ્ય હોય ત્યારે પણ માત્ર વિષય ભાસે, પણ સાથે સાથે “આ ઉપાદેય છે કે “આ ઉપેક્ષ્ય છે” આવો બોધ ન થાય તો એ વિષય પ્રતિભાસજ્ઞાન છે. વળી બોધમાં આ જેનો નિષેધ છે તે હેત્વાદિ ધર્મો પણ આત્માની અપેક્ષાએ જાણવા, બાકી ઇન્દ્રિયની અપેક્ષાએ જે હેત્વાદિ ધર્મો હોય છે તે તો આ વિષયપ્રતિભાસજ્ઞાનમાં ભાસી શકે છે એનો કાંઈ અહીં નિષેધ નથી. એટલે કે ઇન્દ્રિયને જે નાપસંદ છે તે કંટકસ્પર્શ-કટુરસ વગેરે જ્યારે જ્ઞાનમાં ભાસતા હોય ત્યારે ભેગું જ “આ ત્યાજ્ય છે? એવું પણ જણાય કે ઇન્દ્રિયને જે પસંદ છે તે સફચંદન-મધુરરસ વગેરે જ્યારે જ્ઞાનનો વિષય બનતા હોય ત્યારે ભેગું જ “આ ઉપાદેય છે (= આ મને ગમે છે-અનુકૂળ છે)' એવું પણ જણાય. એનો કાંઈ અહીં નિષેધ નથી. માત્ર આત્માને આનાથી નુક્શાન થશે માટે “આ હેય છે અથવા આત્માને આનાથી લાભ છે, માટે “આ ઉપાદેય છે' વગેરે રૂપ બોધનો જ અહીં નિષેધ છે.
આનાથી આત્માની દૃષ્ટિએ અર્થ-લાભ થશે, આનાથી અનર્થ = ગેરલાભ-નુકસાન થશે એવા બોધરૂપ આત્માનો પોતાનો પરિણામ જેમાં વિદ્યમાન હોય તે આત્મ-પરિણામવત્ જ્ઞાન છે. અષ્ટકપ્રકરણની વૃત્તિમાં આની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે એક ચોક્કસ પ્રકારના અનુષ્ઠાનથી જેનું સંપાદન થાય એવો આત્માનો પરિણામ જેમાં રહ્યો હોય તે આત્મપરિણામવત્ જ્ઞાન. એટલે કે, જ્યાં સુધી સમ્યત્વપ્રાપ્તિ થયેલી નહોતી ત્યાં સુધી વસ્તુના માત્ર બાહ્ય આકર્ષણાદિ જ (= ઇન્દ્રિયની દૃષ્ટિએ જ) ઈષ્ટત્વ કે અનિષ્ટત્વાદિ જ) ભાસતા હતા. પણ હવે સમ્યક્તની પ્રાપ્તિના કારણે માત્ર એ જ દેખાય છે એવું નથી રહેતું, પણ આત્માની દૃષ્ટિએ એના ઉપાદેયત્વ (= ઉપાદાનવિષયત્વ = ઈષ્ટત્વ) કે હેવાદિ (= ત્યાગવિષયત્વ = અનિષ્ટવાદિ) ધર્મો પણ ભેગા ભાસે છે. આશય એ છે કે ઇન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org