________________
૩૩૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
અને ધર્માર્થ' ઇત્યાદિ શ્લોક એનો નિષેધ ફલિત કરે છે. એમ ‘શુદ્ધાગમૈઃ...' ઇત્યાદિ શ્લોક પણ ન્યાયોપાત્ત ધનથી ખરીદેલા પુષ્પાદિના ઉપયોગ કરવાની વિધિ દેખાડે છે, એટલે કે સ્વયં પુષ્પો તોડવા વગેરે આરંભનો નિષેધ જણાવે છે. એટલે આ બંને શ્લોકોનો વિરોધ થાય છે એ સ્પષ્ટ છે.
સમાધાન : ધર્માર્થ' ઇત્યાદિ વચનો અન્ય અવસ્થાની અપેક્ષાએ કહેવાયેલા છે (માટે વિરોધ નથી.) વળી સંકાશશ્રાવક વગેરેની જાણીને પણ ધર્મકાર્ય અંગે વેપાર વગેરેની જે પ્રવૃત્તિ થઈ છે એના પરથી પણ ધર્મ માટે આરંભ નિષિદ્ધ નથી એ જણાય છે.
આશય એ છે કે ધર્માર્થ યસ્ય વિત્તેહા...’ તથા ‘શુદ્ધાગમૈર્યથાલાભ' ઇત્યાદિ જે બે શ્લોક સાથે ધર્મ માટેના આરંભની પ્રવૃત્તિનો તમે વિરોધ જણાવો છો તે યોગ્ય નથી, કેમકે એ બે શ્લોકો તો સર્વવિરતિ વગેરે રૂપ અન્ય દશાને અપેક્ષીને કહેવાયા છે. એ બેમાંનો પ્રથમ ધર્માર્થ' ઇત્યાદિ શ્લોક સર્વવિરતિના અધિકારમાં કહેવાયો છે. એના પરથી જણાય છે કે એ સર્વવિરતિની અપેક્ષાએ કહેવાયો છે. બીજો શ્લોક ‘પુષ્પાદિ સ્વયં ચૂંટવાનો આરંભ ન કરવો' એવું જણાવવાના તાત્પર્યમાં નથી. કિન્તુ ધર્મની પ્રભાવના થાય એ માટે, પૂજાકાળે ઉપસ્થિત થયેલા માળી આગળ વણિકકલા ન વાપરવી, (પણ યોગ્ય મૂલ્ય ચૂકવીને પુષ્પાદિ પ્રાપ્ત કરવા)' આવું જણાવવાના તાત્પર્યમાં છે. બાકી એ શ્લોકનું ‘સ્વયં પુષ્પાદિ ચૂંટવાના આરંભનો નિષેધ છે' એવું તાત્પર્ય માનીએ તો પંચાશકની ૪૪૯મી ગાથામાં દુર્ગતના૨ીની જે વાત કરી છે એનો વિરોધ થશે. તેમાં કહ્યું છે કે ‘શ્રી જિનપ્રવચનમાં સંભળાય છે કે દુર્ગતનારી જંગલમાં મફતમાં મળતાં સિંદુવાર પુષ્પોને સ્વયમેવ લઈને જગદ્ગુરુ શ્રી મહાવીર પ્રભુની પૂજા કરવાના પ્રણિધાનથી દેવલોકમાં ઉત્પન્ન થઈ.’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org