________________
બત્રીશી-૫, લેખાંક-૩૧
૩૨૯
શંકાવાળો છે એમ જાણી શકાય છે. કુટુંબાદિ માટે કરાતો આરંભ વસ્તુતઃ કર્મબંધક હોઈ અકર્તવ્ય છે એને એ કર્તવ્ય માની કરે છે, અને પૂજાર્થ પુષ્પાદિનો આરંભ બોધિ વગેરેનો પ્રાપક હોવાથી કર્તવ્ય છે એને અકર્તવ્ય માની નિષેધે છે. એટલે એનો કાર્ય-અકાર્યના જ્ઞાનરૂપ વિવેક નષ્ટ થઈ જાય છે. તથા શ્રીજિનેશ્વરદેવની પ્રભાવક પૂજા દ્વારા સ્વ-પરના બોધિ આદિ પ્રાપ્તિનો ઉદાર આશય પણ તેનો ટકી શકતો નથી. પંચાશક (૪/૧૨)માં કહ્યું છે કે “અન્ય કાર્યોમાં આરંભવાળા જીવનો ધર્મમાં અનારંભ એ અનાભોગ-અજ્ઞાન છે તેમજ એનાથી લોકમાં “જૈન શાસનમાં પૂજાદિનું વિધાન પણ લાગતું નથી. માટે જૈનશાસન અસાર છે' ઇત્યાદિરૂપ પ્રવચન હીલના થાય છે જે અબોધિના બીજભૂત છે. આમ એવા ગૃહસ્થને અજ્ઞાન અને અબોધિબીજ એમ બે દોષો થાય
છે.
શંકા : આ રીતે ધર્મ માટે પણ જો આરંભ પ્રવૃત્તિ ક૨વાની છે તો અષ્ટકજીના ધર્માર્થ ઇત્યાદિ શ્લોક (૪/૬)માં જે કહ્યું છે તેનો વિરોધ થશે. ત્યાં કહ્યું છે કે “ધર્મ માટે જે ધનની (પરિગ્રહરૂપ સાવદ્યની) ઇચ્છા કરે છે તેને તો તેની અનિચ્છા જ વધુ હિતકર છે. પહેલાં કાદવથી (પરિગ્રહના પાપથી) ખરડાવું અને પછી (ધર્મ કરીને) પ્રક્ષાલન કરવું એના કરતાં પહેલેથી (એ પાપથી) ખરડાવું જ નહીં એ વધુ સારું છે. પ્રસ્તુતમાં પહેલાં આરંભના પાપથી ખરડાવું અને પછી પૂજાથી એને સાફ કરવું એના કરતાં આરંભ જ ન કરવો એ વધુ ઉચિત છે.” વળી અષ્ટકજીના શુદ્ધાગમૈઃ ઇત્યાદિ શ્લોક (૩/૨)માં જે કહ્યું છે કે ન્યાયોપાત્તધન-અચૌર્ય વગેરેથી શુદ્ધ પ્રાપ્તિવાળા જેટલા મળી શકે એટલા, પવિત્ર પાત્રમાં રાખેલા, નહિ કરમાયેલાં, અલ્પ કે બહુ વિશિષ્ટ પુષ્પોથી (દ્રવ્યપૂજા કરવી)' તેનો પણ વિરોધ થશે. તે આ રીતે-એક બાજુ તમે ધર્મ માટે આરંભ કરવાનું કહો છો
,,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org