________________
બત્રીશી-૫, લેખાંક-૨૮
૨૯૯
કેવલજ્ઞાન વગેરે ગુણમય ભગવત્ત્વ=ભગવાનપણું, પોતાના આશ્રયભૂત વીતરાગદેવના આત્માને છોડીને પ્રતિમાજીમાં કે પ્રતિષ્ઠાચાર્યના આત્મામાં આવી જાય એ પણ સંભવિત નથી. આ વાત આગળ આવશે. પણ વીતરાગપ્રભુના આલંબને પ્રતિષ્ઠાચાર્યને પોતાના આત્મામાં યોગ્યતારૂપે રહેલા વીતરાગતા વગેરે ગુણો કે જે ખુદ ભગવાનપણું છે તેનું અનુસંધાન થવું શક્ય છે. ને આ અનુસંધાનાત્મકભાવને સ્વાત્મામાં યથાશક્ય સ્થિર કરવો એ શક્ય છે. માટે આવા ભાવને સ્વાત્મામાં સ્થાપવો એ જ વીતરાગની પ્રતિષ્ઠા તરીકે સંભવિત હોવાથી એને જ આગમમાં ‘પ્રતિષ્ઠા' કહી છે. ને તેથી આ જ મુખ્ય પ્રતિષ્ઠા છે.
પ્રતિમામાં તો યોગ્યતારૂપે પણ વીતરાગતા વગેરે ગુણો રહેલા નથી. માટે એમાં જે પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે મુખ્ય પ્રતિષ્ઠા નથી પણ ઉપચારથી છે.
શંકા - વચને પુરસ્કૃતે તસ્માદ્ વીતરાગઃ પુરસ્કૃતઃ' જ્ઞાનસારગ્રન્થના આ વચનને અનુસરીને જણાય છે કે શાસ્ત્રવચનને આગળ કરવું એ વીતરાગને જ આગળ કરવા બરાબર છે, કારણ કે ‘શાસ્ત્રવચનને આગળ કરવામાં વીતરાગ આગળ થઈ જ જાય છે' એમ જ્ઞાનસારનું આ વચન જણાવે છે. વળી શાસ્ત્રવિહિત કોઈપણ અનુષ્ઠાન વચનાનુષ્ઠાનરૂપ તો જ બની શકે છે જો એ શાસ્ત્રવચનને આગળ કરીને થતું હોય-એને અનુસરીને થતું હોય. એટલે કોઈપણ વચનાનુષ્ઠાન કાળે વીતરાગનું સ્મરણ હોય જ છે. ને તેથી, વીતરાગ ગુણમય હોવાના કારણે વીતરાગતા વગેરે ગુણોનું સ્મરણરૂપ સ્થાપન પણ આત્મામાં સંભવિત હોય જ છે. આમ વીતરાગતા વગેરે ગુણોની સ્થાપનારૂપ મુખ્ય પ્રતિષ્ઠા તો કોઈપણ વચનાનુષ્ઠાનકાળે સંભવિત હોવાથી પ્રતિષ્ઠા માટે વિશિષ્ટ અનુષ્ઠાનની-વિધિવિધાનની જરૂર જ નહીં રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org