________________
લેખાંક
સ્વાત્મામાં થતી પ્રતિષ્ઠા એ જ મુખ્ય પ્રતિષ્ઠા છે, આના બે કારણો છે. (૧) પોતાના આત્મામાં પોતાના સ્વભાવની સ્થાપનામાં
પ્રતિષ્ઠા” શબ્દનો મુખ્ય અર્થ ઘટે છે. તથા (૨) આ પ્રતિષ્ઠા જ પોતાની મુખ્ય દેવમાં સમરસાપત્તિ કરાવે છે. આ વાત આપણે પૂર્વ લેખમાં જોઈ ગયા. આમાં બીજા કારણનો આ લેખમાં વિશેષ વિચાર કરીએ. ગયા લેખમાં આ પણ નક્કી થયું છે કે જેના આત્મામાં જ્ઞાનાવરણીય અને ચારિત્ર મોહનીય કર્મનો અમન્દષયોપશમ હોય એના આત્મામાં જ વીતરાગતાનો દઢ ઉપયોગ સંવેદાય છે. વળી આ તો વીતરાગતાનું સંવેદન છે. માટે એ આ બંનેના ક્ષયોપશમને ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રબળ બનાવનાર હોવાથી આત્માને શાયિકભાવ તરફ આગળ લઈ જાય છે. તેથી છેવટે આત્મા ક્ષાયિકભાવની વીતરાગતા-સર્વજ્ઞતા વગેરે પામે છે. એટલે કે મુખ્યદેવતાના સ્વરૂપની તુલ્યતા પ્રાપ્ત થાય છે. આમ સ્વયં વીતરાગ બની જવું એ સ્થાપ્ય એવા વીતરાગની (=જેની પ્રતિષ્ઠા કરવાની છે એવા વીતરાગની) પરમપ્રતિષ્ઠા રૂપ છે, આ સમરસાપત્તિ છે. અને સ્વાત્મામાં થતી સ્વ-ભાવની સ્થાપના એમાં હેતુ બને છે, માટે એ મુખ્ય પ્રતિષ્ઠા છે.
શંકા - એમ તો પ્રતિષ્ઠિત પ્રતિમાની ભક્તિ કરતાં કરતાં પણ કેટલાય આત્માઓ ક્ષાયિકભાવની વીતરાગતા-સર્વજ્ઞતા વગેરે રૂપ મુખ્યદેવતાના સ્વરૂપની તુલ્યતા પામે જ છે. તેથી પ્રતિમામાં થયેલી પ્રતિષ્ઠા પણ સમરસાપત્તિનું-પરમપ્રતિષ્ઠાનું કારણ બને જ છે. માટે એ પણ મુખ્ય પ્રતિષ્ઠા કેમ નહીં ?
સમાધાન - આત્મા એ સુવર્ણ છે જેના પર કર્મમળ લાગ્યો હોવાથી બધી ચમક આવરાઈ ગયેલી છે. આગમવચનરૂપ અગ્નિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org