________________
બત્રીશી-૫, લેખાંક-૨૯
૩૧૩
તેઓ પૂજકને પૂજાનું ફળ આપે છે વગેરે કલ્પના બાળક્રીડા જેવી છે. પૂજક પણ વીતરાગપ્રભુને ઉપકાર થાય એ માટે પૂજા નથી કરતો હતો, પણ પોતાની જાતને જ ઉપકાર થાય એ માટે પૂજા કરતો હોય છે.
શંકા - વીતરાગપ્રભુને અહંકાર-મમકાર અસંભવિત હોવાથી પ્રતિમામાં માનસિક આગમનરૂપ પ્રતિષ્ઠા ભલે ન સંભવે. પણ સરાગીદેવને તો અહંકારાદિ સંભવે છે. માટે એમની પ્રતિમામાં તો આવી પ્રતિષ્ઠા માની શકાશે ને !
સમાધાન - ના, એ પણ માનવું ઉચિત નથી, કારણ કે સરાગીને તો દેવ માનવા એ જ મિથ્યા છે. તે પણ એટલા માટે કે તેઓ મુખ્ય આપ્તજન બની શકતા નથી. જિનમહત્ત્વદ્ધાત્રિશિકામાં આપણે વિચારી ગયા છીએ કે અવિસંવાદી-યથાર્થવચન એ જ દેવની મુખ્ય મહત્તા છે. સરાગી તો રાગાદિવશાત્ અયથાર્થ બોલે એ પણ સંભવિત છે જ, માટે એ દેવ' ન બની શકે. તથા જેઓ સરાગીને પણ દેવ માને છે તેઓએ પણ એ દેવની આવી પ્રતિષ્ઠા માનવી તો યોગ્ય નથી જ, કેમકે જે સરાગી હોય તે સર્વજ્ઞ હોતા નથી. એટલે
જ્યારે અન્ય પ્રવૃત્તિમાં એ દેવ વ્યગ્ર હોય ત્યારે તથા જ્યારે દૂરદૂરના અનેક સ્થળોમાં એક સાથે પ્રતિષ્ઠાની ક્રિયા ચાલુ હોય ત્યારે સર્વત્ર ઉપયોગ જવો અશક્ય હોવાથી બધે જ અહંકાર-મમકારરૂપ સાંનિધ્ય સંભવતું નથી. વળી, એ દેવનું “આ હું છું, “આ મારી પ્રતિમા છે' આવું અહંકાર-મમકારનું જ્ઞાન નાશ પામી જશે ત્યારે એનું સાન્નિધ્ય પણ પ્રતિમામાંથી નીકળી જવાના કારણે પૂજાનું ફળ નહીં મળે.
શંકા - જ્ઞાન નાશ પામ્યું હોવા છતાં એના સંસ્કાર ઊભા હોવાથી પૂજાનું ફળ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે અસ્પૃશ્યસ્પર્શ વગેરે થઈ જાય છે ત્યારે આ સંસ્કારનો પણ નાશ થઈ જાય છે, માટે પછી જ પૂજા વગેરેથી ફળપ્રાપ્તિ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org