________________
૩૨૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સાલંબન ધ્યાનથી નિરાલંબનધ્યાન પર પહોંચી શકાય છે. માટે એ દૃષ્ટિએ પણ એના ગુણગાન-સ્તુતિ વગેરે દ્વારા એકાગ્રતા કેળવવી હિતકર બને છે.
(બ) પરીષહવિજયાદિ આચાર એ પ્રભુની બાહ્ય સાધનાના દ્યોતક હોવાથી સ્તવનીય છે જ. વળી, મધ્યમ જીવો આચારને જોનારા હોવાથી પ્રભુની આવી બાહ્ય ઘોર સાધના તેવા જીવોને પ્રભુ પ્રત્યે આકર્ષે છે, અહોભાવ-ભક્તિભાવ પેદા કરે છે. માટે એ જીવો માટે ઉપકારક હોઈ એ પણ શા માટે સ્તવનીય નહીં ?
(ક) સમ્યગ્દર્શન-વિરતિપરિણામ વગેરે પ્રભુની આંતરિક સાધના છે ને કેવલજ્ઞાનાદિ ગુણો એ સાધનાના ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલી સિદ્ધિ છે ને સાધકનું પણ લક્ષ્ય છે. એટલે એ તો સ્તવનીય છે જ. વળી પંડિત જીવો આંતરિક પરિણામને જોનારા હોવાથી, તેઓને પ્રભુપ્રત્યે ભક્તિ ઉછળવામાં પ્રભુની આંતરિક ગુણસંપત્તિ જ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. માટે એના ગુણગાન હોવા તો સ્પષ્ટ છે જ.
પ્રભુભક્તિ ઉછળવામાં પ્રભુનો નજરમાં લેવાતો ઉત્કર્ષ (ગુણગરિમા) જેમ મહત્ત્વનું કારણ બને છે એમ પોતાનો અપકર્ષ પણ મહત્ત્વનું કારણ બને છે... અહો ! પ્રભુ કેવા ગુણગરિષ્ઠ ને હું કેવો દોષગ્રસ્ત પ્રભુ કેવા નિષ્પાપ ને હું કેવા પાપો આચરનારો... આ તુલના પ્રભુ પ્રત્યે દિલને ભક્તિથી ઓળઘોળ કરી જ દે..
વળી પોતાના દોષો-પાપો યાદ કરવાથી એમાંથી મુક્ત થવા માટે પ્રભુનું શરણ-પ્રભુની કૃપા પામવાની ભાવના વધુ દૃઢ થવાની... એ માટે પ્રાર્થના વધુ ગદ્ગદ્ દિલે થવાની. જે સાધકને દોષમુક્તિગુણપ્રાપ્તિના માર્ગ પર પ્રગતિ સાધવામાં મહત્ત્વનું પરિબળ બની રહે છે. માટે સ્વદોષગહગર્ભિત સ્તોત્રો પણ એટલા જ આવશ્યક છે. અન્ય રીતે પૂજાના ૩ પ્રકાર જોઈએ -
અન્ય આચાર્યો કહે છે કે એ પૂજા ત્રણ પ્રકારે યોગસારા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org