________________
બત્રીશી-૫, લેખાંક-૩૦
૩૨૧ ઉદારસ્તોત્રો હોવા જોઈએ. એમ રાગ-દ્વેષ અને મોહથી પોતે જે પાપો કરેલા છે એની પ્રભુસાફિક નિંદારૂપ ગહના ભાવોથી સંકળાયેલા સ્તોત્ર જાણવા. આ બધા સ્તોત્ર એકાગ્રતાપૂર્વક બોલવા જોઈએ.
(અ) આમાં ૧૦૦૮ લક્ષણયુક્ત શરીરના ગુણગાન ગાવાના જે કહ્યા એના જ ઉપલક્ષણથી અષ્ટ પ્રતિહાર્ય વગેરે સ્વરૂપ પ્રભુના બાહ્ય ઐશ્વર્યના ગુણગાનની વાત પણ જાણી લેવી. અહીં કોઈને શંકા થઈ શકે છે આ તો બધા મુખ્યતયા ઔદયિક ભાવો છે, તો એના ગુણગાન શા માટે ? તો આનું સમાધાન-(૧) આવા પ્રકૃષ્ટકક્ષાના ઔદયિકભાવો પ્રભુની પૂર્વની પ્રકૃષ્ટ કક્ષાની સાધનાને સૂચિત કરે છે તે આ રીતે-અહો ! પ્રભુ “સવિ જીવ કરું શાસનરસી...'ની શ્રેષ્ઠભાવના વગેરે કેવા સુંદર તારા ભાવો હશે જેના પ્રભાવે આ શરીર વગેરે સંબંધી ઋદ્ધિ પ્રાપ્ત થઈ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી ઋષભદેવ પ્રભુના સ્તવનમાં કહે છે -
ઇન્દ્રચરવિગિરિતણા ગુણ લહી ઘડીયું અંગ લાલ રે.... ભાગ્ય કિહાં થકી આવ્યું અચરિજ એહી ઉત્તુંગ લાલ રે... જગજીવન જગવાલહો.
(૨) આકૃતિઃ ગુણાનું કથતિ.... ન્યાયે પ્રભુના આંતરિક ગુણોની કલ્પના સૌ પ્રથમ શારીરિક અદ્ભુતતા પરથી આવે છે...
પહેલાં તો એક કેવલ હરખે હજાળુ થઈ હળિયો, ગુણ દેખીને રૂપે મીલ્યો અભ્યત્તર જઈ ભળિયો રે.... તારી મૂરતિએ મન મોહ્યું રે, મનના મોહનિયા
વળી બાળજીવો તો બાહ્ય દેખાવને જ જોનારા હોવાથી તેઓને તો પ્રભુનું આ બાહ્ય ઐશ્વર્ય જ ઉપકારક હોય છે. એટલે ઉપકારક અંશના ગુણગાન શા માટે નહીં ? વળી,
(૩) પ્રભુના આ બાહ્ય અલૌકિક ઐશ્વર્યના આલંબનવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org