________________
એવા
એ. એ વખતે વળી એ પરિવાર દ્રવ્યથી
૩૨૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ધનનો અંશ આવી ગયો હોય તો એના ભાગનું ફળ એને મળો એવા શુભભાવથી વિશુદ્ધ કરેલ છે એવા સ્વદ્રવ્યથી પ્રભુની પૂજા કરવી જોઈએ. એ વખતે વિશુદ્ધ લાલ-પીળા વગેરે રંગના ઉજ્જવળવસ્ત્રનું પરિધાન કરેલું હોય, વળી એ પરિધાન કરવા પૂર્વે દેશસ્નાન-સર્વસ્નાનવડે શરીર શુદ્ધિ કરેલી હોય. આ દ્રવ્યથી પવિત્રતા છે. પરમાત્માના સંવાદીવચનરૂપ મહાનતા-અષ્ટપ્રાતિહાર્ય વગેરે સ્વરૂપને પિછાણવાથી હૃદય ભક્તિથી ઓળઘોળ બનેલું હોય, અંગોપાંગ-ઇન્દ્રિય વગેરેનો સંવર કરેલો હોય (એના ઈષ્ટ-અનિષ્ટ વિષયોમાં રાગ-દ્વેષ ન કરે એ રીતે નિગ્રહ કરેલો હોય), તથા વિશુદ્ધ અધ્યવસાયો નિર્માણ કર્યા હોય.... આ બધું ભાવથી પવિત્રતા છે. આમ દ્રવ્ય-ભાવ બંનેથી પવિત્ર થઈને પ્રભુપૂજા કરવી. ષોડશક (૯/૫)માં આ વાત કરી છે. આમાં અંગોપાંગ-ઇન્દ્રિયોની સંવરતા જણાવવા દ્વારા એ જણાવ્યું કે મન-વચન-કાયાની પ્રભુભક્તિ સિવાયની કોઈપણ પ્રવૃત્તિ કરવી નહીં, અટકાવવી. જેથી યોગોની ચંચળતા નિવારી પ્રભુભક્તિમાં સ્થિરતા આવી શકે. તથા ભાવવિશુદ્ધિમાં જે વિશુદ્ધ અધ્યવસાય કહ્યો તે, “આ પ્રભુની ભક્તિથી હું પણ એમના જેવો વીતરાગ-નિર્વિકાર-ગુણમય બનું-સર્વકર્મમુક્ત બનું આવી ભાવનારૂપ પરિણામ જાણવો.
- આ પંચોપચારા વગેરે પૂજા સ્તોત્રપૂજાથી યુક્ત હોવી જોઈએ. સમ્યક્ પ્રણિધાનપૂર્વક (= ચિત્તની એકાગ્રતાપૂર્વક) મહાન્ અર્થવાળા સુંદર સ્તોત્ર બોલવા એ સ્તોત્રપૂજા છે. આ સ્તોત્ર પિંડ-ક્રિયા કે ગુણોના કર્ણપ્રિય વર્ણનથી ગંભીર હોવા જોઈએ અથવા સ્વપાપોની ગર્તાથી પ્રકૃષ્ટ બનેલા હોવા જોઈએ. આમાં (અ) ૧૦૦૮ લક્ષણયુક્ત શરીર એ પિંડ, (બ) ભયંકર-પ્રાણાંત પરિષહ-ઉપસર્ગો પર પણ વિજય મેળવવો-ઘોર અપ્રમત્તસાધના વગેરે આચાર એ ક્રિયા છે. અને (ક) સમ્યગ્ગદર્શન-જ્ઞાન-વિરતિપરિણામ વગેરે તેમજ કેવલજ્ઞાન-કેવલદર્શન વગેરે ગુણો છે. જેમાં આ બધાની ઉત્કીર્તના-પ્રશંસા હોય એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org