________________
૩૧૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રભુનો મહાન્ આત્મા તો મોક્ષમાં સિધાવી ગયો હોય છે. એટલે દેવો, પ્રભુના નિર્વાણ સાધક મુદ્રામાં રહેલા નિક્ષેતન દેહનો, એમાં પ્રભુના નિર્વાણનો સિદ્ધાવસ્થાનો) આરોપ કરીને, અભિષેક કરે છે. તેથી એવી જ પદ્માસનાદિ મુદ્રામાં રહેલી પ્રતિમાના જળાભિષેક વગેરે વ્યવહાર અંગે ઉક્ત શંકા કરવી ઉચિત નથી. હા, જેઓએ સર્વસાવદ્ય નિવૃત્તિ કરેલી છે તે સાધુઓને આ વ્યવહાર અનિષ્ટપત્તિ રૂપ છે અર્થાત્ નિષિદ્ધ છે. પણ શ્રાવકો માટે, “એમાં જળ વગેરેના જીવોની વિરાધના રહી છે, સિદ્ધાવસ્થામાં અભિષેકાદિ હોતા નથી' વગેરે કારણો બતાવીને પણ અભિષેકને નિષિદ્ધ કહેવો એ યોગ્ય નથી, કારણકે એ જો અયોગ્ય હોત તો દેવો પણ કરતા નહીં. એટલે કે દેવોએ જન્માવસ્થાને નજરમાં લઈને અભિષેક કર્યો હોવાથી પ્રતિમાપર જન્માભિષેક રૂપે કરાતો અભિષેક જેમ અનુચિત નથી. એમ દેવોએ નિર્વાણ-સિદ્ધાવસ્થાને નજરમાં લઈને નિર્વાણ સાધક મુદ્રાયુક્ત શરીરનો અભિષેક કર્યો હોવાથી તેવી મુદ્રાવાળી પ્રતિમાનો સિદ્ધાવસ્થાને ઉદેશીને કરાતો જળાભિષેકાદિ વ્યવહાર પણ અનુચિત નથી.
વળી આ રીતે અભિષેકાદિપૂજા ઉચિત છે ને વિહિત છે એનાથી એ પણ જણાય છે કે જળાભિષેકાદિ સંબદ્ધ જન્માવસ્થા વગેરે રૂપ અન્ય અવસ્થાની સ્થાપનાનિષેપ-સ્વરૂપ પ્રતિમામાં કલ્પના પણ કરી શકાય છે. તથા આ રીતે કલ્પના કરવા દ્વારા જ ભાવવૃદ્ધિ થાય છે, વળી એ રીતે ભાવવૃદ્ધિ માટે જ જળાભિષેકાદિ વિહિત છે. આ વાત તારે (શંકાકારે) પણ સ્વીકારવી જ જોઈએ, જેથી સ્થાપના અનુચિત ન થઈ જાય. નહીંતર તો, પદ્માસન વગેરે પણ સિદ્ધાવસ્થાની મુદ્રા નથી, કિન્તુ એની પૂર્વાવસ્થાની મુદ્રા છે. એટલે સ્થાપનામાં જો જન્માવસ્થા વગેરેરૂપ અવસ્થાન્તરની (=પ્રતિમામાં દેખાતી મુદ્રા કરતાં જુદી અવસ્થાની) કલ્પના થઈ શકતી ન હોય, તો તો એમાં સિદ્ધાવસ્થાની કલ્પના પણ કેમ થઈ શકશે ? કારણકે પદ્માસનાદિમુદ્રા વાળી પ્રતિમા જે અવસ્થાને (સિદ્ધાવસ્થાપૂર્વેની અનશનાવસ્થાને)
રૂઅા અવસાન
કલ્પના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org