________________
૩૧૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
હોય તો એને પૂર્ણ કરવાનો ઉપાય પણ આ જ છે કે ડગલે ને પગલે પ્રભુના વચનોને યાદ કરી એને અનુસરવા દ્વારા પ્રભુને હૃદયસ્થ કરતા રહેવું. જે બિંબનિર્માણ અંગેની વિધિ પ્રત્યે “એ વિધિ જાળવી તો યે શું ને ન જાળવી તો યે શું ?” એ રીતે બેદરકારી સેવે છે એને પ્રભુ પ્રત્યે એટલો આદર નથી એ સ્પષ્ટ છે. તેથી પ્રતિષ્ઠાકાળે એ ગમે એટલો પ્રયાસ કરે પણ સ્વાત્મામાં વીતરાગ ભાવનું સ્થાપન કરી શકતો નથી. આ વીતરાગ ભાવનું સ્થાપન એ કાંઈ જેવી તેવી ચીજ નથી કે ઇચ્છા કરી ને થઈ જાય. એટલે જ જેમને જ્ઞાનાવરણીય કર્મ અને ચારિત્રમોહનીય કર્મનો અમંદ ક્ષયોપશમ હોય એવા આચાર્ય ભગવંત જ પ્રાણપ્રતિષ્ઠાચાર્ય બની શકે છે એ વાત આપણે પૂર્વે જોઈ ગયા છીએ. એટલે ઉક્ત વિધિપાલનથી થનાર ભાવશુદ્ધિ આ નિજભાવની સ્થાપના અંગે પ્રાધાન્ય ધરાવે છે. વળી આ વિધિપાલન જો સ્વારસિક હોય, એટલે કે પોતાની જ એવી અંદરની રુચિ-ઈચ્છાથી થતું હોય તો જ એ સત્યતાના અતિશયવાળું બને છે. આશય એ છે કે આગમવચનોનું જેમ-જેમ પાલન થતું જાય એમ એમ એને સત્ય ઠેરવ્યા કહેવાય. આગમમાં જણાવેલી ઝીણી ઝીણી વિધિનું પણ પાલન હોવું એ સત્યતાનો અતિશય છે. જો અંદરની રુચિથી વિધિ પાલન થતું હોય તો જ ઝીણી ઝીણી વિધિની પણ કાળજી લેવાય છે. અંદરની સચિ ન હોય, પણ બહારથી કોઈના કહેવા વગેરેથી વિધિપાલન થતું હોય, તો ઝીણી વિધિ અંગે ઉપેક્ષા થાય છે ને તેથી સત્યતાનો અતિશય સિદ્ધ થતો નથી એમ જાણવું. આમ સત્યતાના અતિશયવાળા સ્વારસિક વિધિપાલનથી જ ભાવશુદ્ધિ ઊભી થાય છે જે બિંબને ભાવશુદ્ધ બનાવે છે. ને આ ભાવશુદ્ધિ સ્વાત્મામાં નિજભાવસ્થાપના રૂપ મુખ્ય પ્રતિષ્ઠા અંગે પ્રાધાન્ય ધરાવે છે, ને એથી એ અંગેના વિઘ્નોને ઉપશાંત પણ જરૂર કરે છે.
પણ પ્રતિમામાં જે પ્રતિષ્ઠા થાય છે એ અંગે ક્ષેત્રદેવતા વગેરે ઉપશાન્ત રહે અને વિજ્ઞાદિ ન કરે એ માટે બાકળા વગેરેનો ઉપચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org