________________
બત્રીશી-૫, લેખાંક-૩૦
૩૧૭
જ આવશ્યક હોય છે. નિર્વિઘ્નતયા પ્રતિષ્ઠા થવાથી શાસનની ઉન્નતિ થાય છે ને એ જોઈને પ્રતિષ્ઠાપકને આનંદ થવાથી વિશેષ પુણ્યાનુબંધી પુણ્યરૂપ અભ્યુદય સિદ્ધ થાય છે. તેથી બલ્યાદિ વિધાન ઉચિત જ છે, ને એ વગર તો ક્ષેત્રદેવતા કોપવાથી વિઘ્ન કરે તો પ્રતિમાની પ્રતિષ્ઠા જ અટકી પડવાથી ‘અપ્રતિષ્ઠાની' આપત્તિ આવે.
શંકા - નિજ આત્મામાં થતી મુખ્ય પ્રતિષ્ઠા ભાવથી સિદ્ધ થઈ જાય છે. પ્રતિમામાં પદ્માસન-પર્યંકાસન વગેરે મુદ્રા દ્વારા સિદ્ધાવસ્થાની સ્થાપના થાય છે ને સિદ્ધાવસ્થામાં તો જળાભિષેક વગેરે હોતા નથી. એટલે પ્રતિમા અંગે જળાભિષેક વગેરે વ્યવહા૨ ન કરવો જોઈએ.
સમાધાન ઃ આવી શંકા યોગ્ય નથી, કારણકે સિદ્ધાવસ્થામાં પોતાનું તો કોઈ લૌકિક સંસ્થાન નથી, એટલે અંતિમ કાળે પ્રભુ જે પદ્માસનાદિમાં રહી નિર્વાણ સાધે છે એ આસનની મુદ્રા પ્રતિમામાં દર્શાવવામાં આવે છે. શ્રી તીર્થંકર પ્રભુનું અભિમત ફળ ‘સવિ જીવ કરું શાસન રસી...' એ માટે તીર્થસ્થાપનાને પ્રાયોગ્ય સામગ્રી એ ઇપ્સિત... એની પ્રાપ્તિપૂર્વક છેલ્લી નિર્વાણ સાધક પદ્માસનાદિ મુદ્રાવાળું શરીર એ જ્ઞાયકસિદ્ધ દ્રવ્ય શરીર જાણવું. દ્રવ્ય નિક્ષેપામાં જ્ઞશરીર દ્રવ્યઆવશ્યક વગેરેની જે વાત આવે છે એવું આ જાણવું. એટલે આ શરીરની પદ્માસનાદિ મુદ્રા પ્રતિમામાં ઘડવામાં આવે છે. જેમ સિદ્ધશિલા (જેના પર અનશન સીડ્યું હોય તે શિલા) પર રહેલ આવશ્યકના જ્ઞાતા મહાત્માનું શરીર કે જે શશ૨ી૨ દ્રવ્ય આવશ્યક કહેવાય છે તે જોઈને “અહો ! આ મહાત્મા આવશ્યકના જ્ઞાતા હતા'' વગેરે ભાવોલ્લાસ પ્રગટે છે, નમસ્કારાદિ ક્રિયા થાય છે એમ નિર્વાણ સાધક પરમાત્માનું પાવન નિશ્ચેતન શરીર જોઈને પરમાત્માના તીર્થ સ્થાપના વગે૨ે અનુપમ ઉપકારોનું સ્મરણ થવા દ્વારા ભાવોલ્લાસ પ્રગટે છે. દેવો જેમ જન્મકલ્યાણક અને દીક્ષા કલ્યાણકની ઉજવણીના ભાગરૂપે પ્રભુનો અભિષેક કરે છે એમ નિર્વાણ કલ્યાણકની ઉજવણી માટે પણ અભિષેક કરે છે. પણ એ વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org