________________
લેખાંક | - ૩૧
જિનપૂજામાં પુષ્પાદિની વિરાધના હોવા છતાં અલ્પવ્યયબહુલાભન્યાયે કૂપોદાહરણ મુજબ એ ગૃહસ્થોને ઉપકારી છે, એવું ગયા
લેખમાં છેલ્લે જોયેલું એના પર કોઈક શંકા કરે છે
શંકા - અલ્પવ્યય-બહુલાભન્યાયે કૂપોદાહરણ મુજબ જિનપૂજા નિર્દોષ હોય તો સાધુ પણ એના અધિકારી બની જાય, કેમકે આયવ્યયને તોલીને પ્રવર્તવાનું સાધુ માટે પણ વિધાન છે જ. (સાધુને સ્નાનાદિનો જ નિષેધ હોઈ પૂજા શી રીતે કરે ? એવું ન કહેવું, કેમકે) સાધુને બ્રહ્મચર્ય પાલન માટે વિભૂષાર્થ સ્નાનાદિનો નિષેધ હોવા છતાં પૂજા માટેના સ્નાનનો નિષેધ કરી શકાતો નથી. વિભૂષાર્થ
સ્નાન દુષ્ટ છે, આ નહીં. આ પૂજાથે સ્નાન પણ જો દુષ્ટ હોઈ તેનો નિષેધ હોય તો ગૃહસ્થને પણ તેનો નિષેધ હોવો જોઈએ. “સાધુ અન્ય કોઈ પ્રયોજન આરંભમાં પ્રવૃત્ત હોતા નથી. તેથી તેઓ માટે સ્નાનાદિનો આરંભ દુષ્ટ છે, જ્યારે ગૃહસ્થ તો કુટુંબાદિ માટે આરંભ કરતો જ હોઈ એને માટે આ આરંભ દુષ્ટ ન રહેવાથી એનો અધિકાર છે” આવું પણ ન કહેવું, કેમકે કુટુંબાદિ માટેના આરંભરૂપ એક પાપ આચર્યું એનો અર્થ કાંઈ એવો નથી થઈ જતો કે પૂજાર્થ આરંભ રૂપ બીજું પાપ પણ આચરવાની છૂટ મળી જાય. અને એ આરંભના પાપની સામે પ્રચુરનિર્જરાદિ રૂપ મોટો અન્ય લાભ જ જો ગૃહસ્થને પ્રવર્તક છે તો એ તો સાધુને પણ સમાન રીતે હોઈ સાધુને પણ પ્રવર્તક બનશે જ. માટે સાધુ પણ પૂજાના અધિકારી છે.
સમાધાન આવી શંકા યોગ્ય નથી, કેમકે સાધુ તો સર્વથા ભાવસ્તવ પર આરૂઢ હોઈ આવા જિનપૂજા વગેરે અનુષ્ઠાનથી એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org