________________
બત્રીશી-૫, લેખાંક-૩૦
સૂચવે છે એના કરતાં તો સિદ્ધાવસ્થા પણ અન્યઅવસ્થારૂપ= અવસ્થાન્તરરૂપ જ છે. છતાં જેમ સિદ્ધાવસ્થાની કલ્પના થઈ શકે છે તેમ અવસ્થાન્તરરૂપ જન્માવસ્થા વગેરેની પણ ભાવવૃદ્ધિ માટે કલ્પના થઈ જ શકે છે. તેથી જન્માવસ્થા વગેરે ન હોવા છતાં જન્માવસ્થા વગેરેની કલ્પના કરી જળાભિષેકાદિ કરવા, વગેરે દોષરૂપ નથી. આમ આમાં પૂર્વોક્ત અનિષ્ટાપત્તિની શંકા કે અન્યદોષ એ બેમાંથી કોઈ દોષ નથી એ જાણવું.
આ રીતે પ્રતિષ્ઠા કર્યા બાદ આઠ દિવસ સુધી ખાડો પાડ્યા વગર નિરંતર પ્રતિમાની પૂજા અને વિભવાનુસારે દાન આપવું એ શાસનોન્નતિનું નિમિત્ત છે, માટે એ પણ અવશ્ય કરવા જોઈએ.
૩૧૯
આ પ્રમાણે વિધિપૂર્વક પ્રતિષ્ઠિત થયેલા શ્રી અરિહંતના બિંબની શુભ એવા વિલેપન-સ્નાન-પુષ્પ-ધૂપ વગેરેથી ભક્તિપૂર્વક પૂજા કરાય છે. આ પૂજા અંગેની વિશેષવાતો
બે
એ પૂજા પંચોપચારા હાય કે કો'ક અષ્ટોપચારિકા પણ હોય, વળી પોતાની વિશિષ્ટ સંપત્તિના ઉપયોગથી સર્વોપચારા પણ હોય છે. જાનુ, બે હાથ અને મસ્તક આ પાંચ અંગોથી થતો પંચાંગપ્રણિપાત એ પંચોપચારા પૂજા છે. અથવા આગમપ્રસિદ્ધ સચિત્તત્યાગ વગેરે પાંચ અભિગમ સ્વરૂપ પાંચ વિનયસ્થાનોથી થયેલી પૂજા એ પંચોપચારા છે. મસ્તક, છાતી, ઉદર, પૃષ્ઠ, બે બાહુ અને બે ઉરુ આ આઠ અંગોથી થતો અષ્ટાંગપ્રણિપાત એ અષ્ટોપચારિકા પૂજા છે. સ્વકીય સર્વસામગ્રી-વિભૂતિ વગેરેથી જેમાં વિનય કરવામાં આવે છે એ દેવેન્દ્રન્યાયે સર્વોપચારા પૂજા છે. દશાર્ણભદ્રના પ્રસંગમાં દર્શાણભદ્રે અને ઇન્દ્રે પ્રભુની જે ભક્તિ કરી એવી સ્વકીય સર્વપ્રકારની સામગ્રીથી થયેલી પૂજા એ સર્વોપચારા છે. આ પૂજા અંગેનો કંઈક વિધિ આવો છે.
જે ધન ન્યાયોપાર્જિત છે અને મારા આ ધનમાં જો અન્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org