________________
૩૧ ૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રતિમામાં ન આવે પણ “આ હું છું' એવા અહંકારરૂપે કે “આ મારી પ્રતિમા છે' એવા મમકારરૂપે (= મમત્વરૂપે) આગમન કરે એ માનસિક આગમન છે. એટલે કે મંત્ર સંસ્કારાદિના પ્રભાવે પ્રતિષ્ઠાપ્યદેવનું ધ્યાન પ્રતિમાજી તરફ જાય ને પછી એ દેવ એ પ્રતિમાને પોતાના અહંકારનો (= “આ હું છું' એવી બુદ્ધિનો) કે મમકારનો (= “આ મારી પ્રતિમા છે' એવી બુદ્ધિનો) વિષય બનાવે એ, તે દેવતાનું માનસિક આગમન છે.
પણ મુખ્યદેવ વીતરાગપ્રભુ માટે આ બેમાંથી એકપણ પ્રકારનું આગમન સંભવતું નથી. કારણ કે સિદ્ધ થયેલા વીતરાગપ્રભુને નથી કાયા હોતી કે નથી ગતિના કારણભૂત કર્મ હોતા, એટલે કાયિક આગમન શી રીતે થાય ? વળી મોહરાજાનો આખા જગને અંધ કરનાર કોઈ મંત્ર હોય તો એ “હું” (અહંકાર)ને “મારું” (મમકાર) છે એવું જ્ઞાનસારપ્રસ્થમાં “અહં અમેતિ મત્રોય મોહસ્ય જગદાધ્યકૃત’ આવી પંક્તિથી જણાવેલું છે. એટલે કે અહંકાર ને મમકાર એ મોહરાજાના સ્વરૂપ છે. શ્રીવીતરાગદેવે તો આ મોહરાજાને નામશેષ કરી દીધો હોય છે.
શંકા - વિચરતાં કેવળી ભગવંત પણ અવસરે “હું સર્વજ્ઞ છું વગેરે રૂપે અહંકારાદિનો ઉલ્લેખ કરતા હોય છે. એટલે મોહાત્મક નહીં, પણ વ્યવહારનો વિષય બનનાર અહંકાર-મમકાર તો વીતરાગને પણ સંભવિત છે ને !
સમાધાન - સિદ્ધાવસ્થામાં શરીર જ નથી. શરીર નથી માટે જીભ નથી. પછી વ્યવહાર પણ શી રીતે સંભવે ?
વળી વીતરાગપ્રભુ કૃતકૃત્ય થઈ ગયેલા છે. એટલે પ્રતિમાના પૂજા-સત્કારાદિથી એમને કોઈ નિરુપચરિત મુખ્ય ઉપકાર થતો નથી. તેથી, “પૂજાદિથી મોક્ષમાં રહેલા વીતરાગને ઉપકાર થાય છે ને તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org