________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
આમ આત્મામાં થતી પોતાના જ ભાવની પ્રતિષ્ઠારૂપ મુખ્ય પ્રતિષ્ઠાનો વિચાર કર્યો. હવે પ્રતિમામાં જે ઉપચરિત પ્રતિષ્ઠા થાય છે તેનો વિચાર કરવાનો છે. એ માટે શંકા ઊઠાવવામાં આવે છે.
૩૦૬
શંકા - આમ પ્રતિષ્ઠાચાર્યના આત્મામાં જ જો પ્રતિષ્ઠા થાય છે તો પ્રતિમાજીમાં આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એવો વ્યવહાર શી રીતે થશે ? કારણ કે પ્રતિમામાં તો પ્રતિષ્ઠા થઈ નથી. અને તેથી જ એ પ્રતિમાની પૂજાદિ શી રીતે થશે ? તેમજ એ પૂજાદિનું ફળ કઈ રીતે મળશે ?
સમાધાન - નિરુપચરિત રીતે તો સ્વાત્મામાં જ પ્રતિષ્ઠા થાય છે. પણ ઉપચારથી એ પ્રતિમામાં પણ થાય છે. અહીં આવો આશય છે
વીતરાગપ્રભુના આલંબને હું તે જ વીતરાગ છું' આવો જે અધ્યવસાય પ્રતિષ્ઠાચાર્યને ઊભો થાય છે તેનો પ્રતિષ્ઠાચાર્ય ‘આ પ્રતિમા મારાથી અભિન્ન છે' એ રીતે પ્રતિમામાં અભેદ ઉપચાર કરે છે. એટલે કે ‘હું અને પ્રતિમાજી અભિન્ન છીએ, તેથી વીતરાગપ્રભુના આલંબને મારામાં સંવેદાતી વીતરાગતા પ્રતિમાજીમાં પણ છે' એવો અભેદ ઉપચાર કરે છે. આવો અભેદ ઉપચાર એ પ્રતિમામાં થયેલી પ્રતિષ્ઠા છે.
શંકા
પ્રતિમા પાષાણની છે.. જડ છે.. પોતે જીવંત છેચેતન છે.. એટલે પ્રાણપ્રતિષ્ઠાચાર્ય પ્રતિમામાં પોતાનો અભેદ કેવી રીતે ભાવી શકે ?
સમાધાન આહાર્યઆરોપથી એ ભાવી શકાય છે. જ્યાં જેના અભાવનો નિઃશંક નિર્ણય હોય ત્યાં જ તેવી પ્રબળ ઇચ્છાવશાત્ તે વસ્તુનો આરોપ કરવો (=તે વસ્તુની ત્યાં વિદ્યમાનતા વિચારવી ને વ્યવહારવી) એને આહાર્યઆરોપ કહેવાય છે. જેમકે ફોટો જડ છે. પોતે ચેતન છે. આવા બધા અનેક કારણોએ ફોટામાં પોતાપણાંનો
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org