________________
૩૦૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે રીતે અનુસંધાનથી વિશિષ્ટ ભક્તિ ઉલ્લસે છે. તો ક્યારેક શુદ્ધ સ્થાનમાં વિશિષ્ટ વિધિ-સામગ્રી વિના જ, માત્ર નવકાર દ્વારા મનથી સ્થાપના કરી હોય તો પણ ભક્તિ ઉલ્લસે છે. એટલે આ બધા પ્રકારો ફળ આપવામાં સમર્થ હોય છે, એ જાણવું. ટૂંકમાં જેને જે રીતે વિશિષ્ટ ભક્તિભાવ અનુભવાય તેને માટે તે પ્રકાર ઈષ્ટ છે. સારાંશ એ છે કે મેં સ્થાપના કરી છે' વગેરે બુદ્ધિથી જો વિશેષ ભક્તિ ઉભરાતી હોય તો એ ઉચિત છે ને જો એ બુદ્ધિથી મમત્વકલહ વગેરે થતા હોય તો એ અનુચિત છે.
શંકા- પ્રતિષ્ઠાના વિધિવિધાનકાળે પ્રાણપ્રતિષ્ઠાચાર્ય સ્વાત્મામાં વીતરાગતા વગેરેના અધ્યવસાયનું જે સ્થાપન કરે છે તે કાંઈ ચિરકાલીન હોતો નથી. એટલે એ તો અલ્પકાળમાં નાશ પામી જાય છે. અને એ નાશ પામી જાય એટલે પ્રતિમામાં એનો અભેદ ઉપચાર કરવા રૂપ જે પ્રતિષ્ઠા કરેલી છે તે પણ નાશ પામી જ જશે એ સ્પષ્ટ છે. તેથી પ્રતિમા અપ્રતિષ્ઠિત થઈ જશે. પછી એના પૂજાદિ કરી નહીં શકાય. ને છતાં કોઈ કરે તો એનું ફળ નહીં મળે.
સમાધાન - એ અધ્યવસાય નાશ પામી જવા છતાં એનો અભેદ ઉપચાર કરવાથી પ્રતિમામાં જે એક ચોક્કસ પ્રકારનો ઉપચરિતસ્વભાવ (= ઉપચરિતસ્વભાવવિશેષ) પેદા થાય છે એ નાશ પામતો ન હોવાથી તમારી શંકા ઉચિત નથી. આશય એ છે કે-ઉપચાર કરાયેલો ઉપચરિતસ્વભાવ બે પ્રકારે કહેવાય છે. સ્વાભાવિક અને ઔપાધિક. આમાં સ્વાભાવિક ઉપચાર પરજ્ઞતા-પરદર્શકત્વ સ્વરૂપ છે. અર્થાત્ પર = શ્રેષ્ઠ. એટલે પરજ્ઞ = શ્રેષ્ઠ જાણકાર ને પરજ્ઞતા = શ્રેષ્ઠ જાણકારી = કેવલજ્ઞાન.... એમ પરદર્શકત્વ = શ્રેષ્ઠદર્શન = કેવલદર્શન આ કેવલજ્ઞાન-કેવલદર્શન (તથા ઉપલક્ષણથી વીતરાગતા વગેરેનો) પ્રતિષ્ઠાચાર્ય સ્વાત્મામાં જે ઉપચાર કરે છે એ સ્વાભાવિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org