________________
૩૦૭
બત્રીશી-૫, લેખાંક-૨૯ અભાવ નિઃશંકપણે નિર્ણત છે. તેમ છતાં એ ચિત્રમાં પોતાનું સાદશ્ય દેખાવું વગેરે કારણે એને ઉદેશીને માનવી “આ હું છું એમ જાણે છે, કહે છે ને એમ વ્યવહાર કરે છે. આ આહાર્યઆરોપ છે. આવું જ પ્રતિમામાં પણ સંભવિત છે. પ્રભુની પ્રતિમામાં પણ વીતરાગના સાદશ્યની નીચે મુજબ સૂચનાઓ મળે છે. બાજુમાં કે બાહુમાં કોઈ સ્ત્રી નથી એ સૂચવે છે કે રાગ-વિકાર-વાસનાનો અભાવ છે. એમ શસ્ત્રનો અભાવ શત્રુતા-ભય-હિંસકતાના અભાવને, હાથમાં માળાનો અભાવ અકૃતકૃત્યતાના-સાધનાની અપૂર્ણતાના અભાવને, વાજિંત્રનો અભાવ ગીત-નૃત્યાદિકુતૂહલના અભાવને સૂચવે છે. એમ આંખ ઉપર ઊઠેલી નથી એ ક્રોધના અભાવને, ત્રાંસી નથી એ માયાના અભાવને અને નીચી નથી એ લજ્જાસ્પદ કાર્યના અભાવને તેમજ ધ્યાન સાધનાની અપૂર્ણતાના અભાવને સૂચવે છે. આમ, વીતરાગના અનેક ગુણોનું સાદશ્ય સૂચિત થતું હોવાથી આહાર્યઆરોપ દ્વારા ત્યાં અભેદ ચિતવવો એ અનુચિત નથી કે અશક્ય નથી.
આમ, પોતાનામાં સ્થાપેલા વીતરાગતા વગેરે ગુણોનો પ્રતિમામાં અભેદ આરોપ કરવો એ પ્રતિમામાં થતી સ્થાપના છે. એટલે પૂજકને “આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એવા જ્ઞાનથી એ પ્રતિમામાં ઉપચરિત થયેલા વીતરાગતા વગેરે ગુણોનું અનુસંધાન થાય છે-એ પ્રતિમા વીતરાગપ્રભુરૂપે જ જોવાય છે. ને તેથી ભક્તિભાવ ઉલ્લસિત થાય છે જે પૂજાનું વિશિષ્ટફળ આપે છે. આ રીતે વિશિષ્ટ પ્રકારની ભક્તિ પેદા કરવા દ્વારા પ્રતિષ્ઠા ફળદાત્રી બને છે આ જે હકીક્ત છે તેનાથી એ પણ જણાય છે કે આ ભક્તિ જે જે વિશેષ પ્રકારે ઉલ્લસિત થાય તે તે બધા વિશેષ પ્રકારો આદરણીય છે- સ્વીકાર્ય છે. અર્થાત્ કો'ક પૂજકને “આ પ્રતિમા મેં ભરાવેલી છે” એ રીતે તો કોકને આ પ્રતિમા મારા માતપિતા વગેરેએ ભરાવેલી છે. એ રીતે તો વળી અન્યને “આ પ્રતિમા વિશિષ્ટ વિધિપૂર્વક ભરાવેલી છે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org