________________
૨૯૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સ્વાત્મામાં થતી પ્રતિષ્ઠા જ મુખ્ય હોવામાં પ્રથમ હેતુ -
મુખ્યદેવને ઉદેશ્ય તરીકે રાખીને વીતરાગતા વગેરે ગુણમય દેવસ્વરૂપનું અવગાહન કરનારી પોતાની બુદ્ધિરૂપ ભાવનું પ્રાણ પ્રતિષ્ઠાચાર્ય પોતાના આત્મામાં જે સ્થાપન કરે છે તે મુખ્ય = નિરુપચરિત પ્રતિષ્ઠા છે, કારણ કે એમાં “પ્રતિષ્ઠા' શબ્દનો અર્થ અબાધિત છે. તે પણ એટલા માટે કે પ્રતિષ્ઠા સંબંધી વિધિવિધાન દ્વારા આગમોક્તન્યાયે સ્વકીયભાવની જ સ્થાપના કરવામાં આવે છે. એટલે કે આવી સ્થાપના એ જ “પ્રતિષ્ઠા' શબ્દનો અર્થ છે. અહીં આવું તાત્પર્ય જાણવું-શ્રી અરિહંતપરમાત્મા એ મુખ્યદેવ છે=વાસ્તવિક પરમાત્મતત્ત્વ છે. એમને ઉદેશ્ય તરીકે રાખીને એટલે એમના ગુણોનું અનુસંધાન કરીને પ્રભુની ગર્ભકાળથી જ અત્યંત ઉચ્ચ સ્થિતિ હોય છે, જન્માભિષેક વગેરે થવા છતાં અત્યંત નિરભિમાનતા, રાજ્યપ્રત્યેભોગ-સામગ્રી પ્રત્યે અનાસક્તિ, શ્રમણાવસ્થામાં ઘોર-નિરતિચાર સાધના, વીતરાગતા, કેવલજ્ઞાન, તીર્થસ્થાપનાનો અનુપમ ઉપકાર વગેરે શ્રેષ્ઠગુણોના આલંબને પોતાના આત્મામાં પણ રહેલા એવા જ વીતરાગતા વગેરે ગુણોનું અનુસંધાન થાય છે. અને તેથી “આવા ગુણોએ કરીને હું જ એ વીતરાગ-પરમાત્મા છું' આવો ભાવપરિણામ-અધ્યવસાય-વિચાર-બુદ્ધિ પ્રકટ થાય છે. “હું ખુદ એ વીતરાગ પ્રભુ છું” આવા સંવેદનાત્મક નિજભાવને સ્વાત્મામાં દઢ કરવો એ જ પોતાના આત્મામાં વીતરાગ પ્રભુની મુખ્ય પ્રતિષ્ઠા છે, કારણ કે પ્રતિષ્ઠા’ શબ્દનો અર્થ એમાં ઘટી જાય છે. તે પણ એટલા માટે કે આગમમાં જે માર્ગદર્શન આપ્યું છે તદનુસાર સ્વકીયભાવની સ્વાત્મામાં સ્થાપના કરવી એ જ “પ્રતિષ્ઠા' શબ્દના અર્થ તરીકે સંગત ઠરે છે. આશય એ છે કે ખુદ પરમાત્મા પ્રતિમાજીમાં પધારે ને સંનિધાન કરે એ અસંભવિત છે. એમ એ વીતરાગપ્રભુનું વીતરાગતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org