________________
બત્રીશી-૫, લેખાંક-૨૮
૨૯૭ ગાદીનશીન પ્રતિષ્ઠા નહીં. પ્રાણપ્રતિષ્ઠારૂપ આ પ્રતિષ્ઠા સંક્ષેપમાં ત્રણ પ્રકારે છે- (૧) વ્યક્તિ પ્રતિષ્ઠા (૨) ક્ષેત્ર પ્રતિષ્ઠા અને (૩) મહાપ્રતિષ્ઠા.
(૧) તે તે કાળે જે તીર્થ-શાસન પ્રવર્તમાન હોય તે તીર્થના સ્થાપક શ્રી તીર્થંકર પ્રભુની (જેમકે વર્તમાનમાં શાસનપતિ શ્રી મહાવીર પ્રભુની) પ્રતિષ્ઠા એ વ્યક્તિ પ્રતિષ્ઠા છે. (૨) આપણા આ ભરતક્ષેત્રમાં આ ચોવીશીમાં શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પ્રભુ સુધીના ૨૪ તીર્થંકરદેવો થયા છે. આ ચોવીશે પ્રભુની પ્રતિષ્ઠા એ ક્ષેત્ર પ્રતિષ્ઠા કહેવાય છે. તથા (૩) સર્વક્ષેત્રની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૧૭૦ જિનની પ્રતિષ્ઠા એ મહાપ્રતિષ્ઠા કહેવાય છે.
એટલે કે આપણા ભરતક્ષેત્રમાં જ્યારે શ્રી અજિતનાથ ભગવાન વિચરતા હતા ત્યારે કુલ પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયો...એમ તીર્થ-તીર્થકરને યોગ્ય સર્વ ૧૭૦ સ્થાનોમાં શ્રી તીર્થંકરદેવો વિચરતા હતા. એમની પ્રતિષ્ઠા એ મહાપ્રતિષ્ઠા છે.
આ પ્રતિષ્ઠા બે સ્થાને થાય છે. પ્રાણપ્રતિષ્ઠા કરનારા આચાર્ય ભગવંતના પોતાના આત્મામાં અને જે પ્રતિમાજી પર વિધિવિધાન થઈ રહ્યા છે તે પ્રતિમાજીમાં. આમાંથી પ્રતિમાજીમાં જે પ્રાણપ્રતિષ્ઠા થાય છે તે ઉપચરિતભાવની પ્રતિષ્ઠા હોય છે અને આચાર્ય ભગવંતના સ્વાત્મામાં જે થાય છે તે મુખ્ય હોય છે.
પ્રશ્ન : સ્વાત્મામાં જ મુખ્ય પ્રતિષ્ઠા થાય છે, પ્રતિમાજીમાં નહીં, એવું કેમ કહો છો ?
ઉત્તર : આવું કહેવા પાછળ બે કારણો છે જેને આપણે ક્રમશઃ વિચારીએ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org