________________
બત્રીશી-૫, લેખાંક-૨૮
૨૯૫
કરણ પ્રકરણ” નામના ગ્રંથમાં એ દષ્ટાન્તનું આ રીતે અર્થઘટન ઘટાવ્યું છે કે “જો સંપૂર્ણતયા વિધિપાલન-જયણા વગેરે હોય તો દ્રવ્યસ્તવમાં અંશ માત્ર પણ દોષ લાગતો નથી. કૂવો ખોદવાથી પોતાને પણ તૃષાશમનાદિ લાભ થાય છે અને અન્ય મુસાફરોને પણ એ લાભ થાય છે એમ દ્રવ્યસ્તવ દ્વારા પોતાને વિશિષ્ટ જિનભક્તિ વગેરેનો લાભ થાય છે અને અન્યોને પણ અનુમોદનાદિ દ્વારા વિપુલલાભ થાય છે. પણ જો દ્રવ્યસ્તવમાં અવિધિ કે અજયણાદિ થયેલા હોય તો એટલા અંશે દોષ લાગે છે. એટલે ત્યારે કૂપદષ્ટાન્ત આ રીતે લગાડવું-કૂવો ખોદવામાં જેમ પહેલાં થાક લાગે છે, તૃષા વધે છે ને કીચડથી કપડાં-શરીર મેલાં થાય છે પણ પછી પાણીની પ્રાપ્તિ થતા સ્નાન-પાન-ધોવણાદિથી આ બધું દૂર થઈને ઉપરથી સ્કૂર્તિ વગેરે આવે છે, એમ દ્રવ્યસ્તવમાં અવિધિ-અજયણા વગેરે હોય તો એનો દોષ લાગે છે. પણ ભક્તિભાવ જે ઉભરાય છે એ આ દોષનું વારણ કરીને ઉપરથી વિપુલ નિર્જરાદિ અનેક લાભ સ્વ-પરને કરાવે છે.” પ્રસ્તુતમાં અવિધિ નિષ્પન્ન બિંબથી પણ, પાછળથી જો વધારે ભક્તિ ભાવોલ્લાસ કરવામાં આવે તો છેવટે સરવાળે આત્મકલ્યાણ થાય જ છે.
વળી સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટક પ્રકરણમાં પ્રત્યાખ્યાન અષ્ટકમાં આ પ્રમાણે કહ્યું છે કે-અવિધિ-અપેક્ષા વગેરેથી લેવાતું પચ્ચખાણ દ્રવ્યપચ્ચકખાણ છે અને એ સિવાયનું પચ્ચખાણ ભાવપચ્ચકખાણ છે. “ઓહોહો..આ પચ્ચકખાણ મારા પ્રભુએ શ્રી જિનેશ્વરદેવે કહ્યું છે” આવી સદ્ભક્તિથી જો એ લેવામાં આવ્યું હોય તો, અવિધિ-અપેક્ષાદિના કારણે એ દ્રવ્યપચ્ચકખાણરૂપ હોવા છતાં સર્વથા નિષ્ફળ જતું નથી, પણ આ સદ્ભક્તિના કારણે એનું દ્રવ્ય-પણુંઅપેક્ષા-અવિધિ વગેરે બાધા પામતું હોવાના કારણે એ ભાવપચ્ચકખાણનું કારણ બને છે, અને તેથી એ ફળરૂપે એ સફળ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org