________________
બત્રીશી-૫, લેખાંક-૨૮
૨૯૩
૭-૧૩ની વૃત્તિમાં ઉપાધ્યાયજી મહારાજે ખુદ પણ કહ્યું જ છે કે “વિશિષ્ટ પ્રકારનો ભક્તિભાવ ઉભરાવવામાં નિમિત્ત બનવારૂપે બાહ્યવિશેષ પણ આદરણીય છે જ-એટલે કે બિંબ વધુ ને વધુ ઉત્તમદ્રવ્યમાંથી બનાવવામાં આવે એ ઇચ્છનીય છે જ. વ્યવહારભાષ્યગ્રન્થમાં કહ્યું છે કે-‘લક્ષણયુક્ત, આહ્લાદક અને સમસ્ત અલંકારથી વિભૂષિત પ્રતિમા મનને જેવો-જેટલા પ્રમાણમાં-પ્રહ્લાદ કરે એટલી નિર્જરા થાય છે.” આ બાહ્યવિશેષનો આદર કરવો એ વ્યવહારનયનો વિષય છે. આ વ્યવહારનય એમ કહે છે કે ભાવ સ્વયં તો દુÃય છે. પણ સામાન્યથી, ભાવ પ્રગટ થવામાં દ્રવ્ય કારણ બનતું હોય છે. તેથી જેમ વધુ મૂલ્યવાન વસ્તુ વાપરીએ એમ ઘણુંખરું વધુ શુભભાવ પ્રગટે છે. તેથી પાષાણ કરતાં સોનાનું બિંબ વધારે પ્રભાવક બને છે ને વધારે ફળ આપે છે. એમ સોના કરતાં પણ રત્નનું બિંબ વધારે પ્રભાવક-વધારે ફળપ્રદ બને છે.
શંકા - શુભઆશયને અનુસરીને ફળ મળે છે, આવું નિશ્ચયનય જે કહે છે, તેમાં આશય શુભ શી રીતે બને ?
સમાધાન - આગમવચનના સ્મરણપૂર્વક પ્રવૃત્તિ કરાય તો એ પ્રવૃત્તિથી આશય પરિણામ શુભ બને છે. કહેવાનો આશય એ છે કે અંદરના પરિણામો તો અતીન્દ્રિય છે. પણ બહાર ભક્તિ-બહુમાનવિનયાદિ જોવા મળતાં હોય તો અંદર શુભ પરિણામ હોવાનું અનુમાન થાય છે. એટલે કે ભક્તિ વગેરે લિંગરૂપ (= અનુમાનના હેતુરૂપ) છે. અને એ આગમના સ્મરણમૂલક હોય છે. સાતમા ષોડશકની ૧૨મી-૧૩મી ગાથામાં કહ્યું જ છે કે-‘પ્રતિમા મોટી હોય, સુંદર આકૃતિવાળી હોય કે કનકાદિમય હોય... આવી બધી જે કાંઈ વિશેષતા હોય છે તેનાથી વિશિષ્ટફળ નથી મળતું. પરંતુ વિશેષ પ્રકારના આશયથી વિશિષ્ટફળ મળે છે. આગમને અનુસરનારો જીવ
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org