________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
આમાં સ્પષ્ટ જણાય છે કે અવિધિ-અપેક્ષાદિવાળું પચ્ચક્ખાણ સક્તિના કા૨ણે ભાવપચ્ચક્ખાણનું કારણ બને છે, પણ પોતે ભાવપચ્ચક્ખાણ નથી... દ્રવ્યપચ્ચક્ખાણ જ છે. એમ પ્રસ્તુતમાં ધન ન્યાયોપાર્જિત ન હોવું વગેરે રૂપ જે અવિવિધ છે એના કારણે જિનબિંબ નિર્માણાદિરૂપ અનુષ્ઠાન ભાવઅનુષ્ઠાન નહીં બને ને તેથી જિનબિંબ લૌકિક જ બની રહેવાથી મુખ્યતયા અભ્યુદયફલક જ બન્યું રહેશે, પણ મોક્ષફલક નહીં બને. તેમ છતાં અષ્ટકપ્રકરણના આ અધિકારથી જણાય છે કે અવિવિધ વગેરેથી જન્ય જે દોષ હોય છે તેની સદ્ભક્તિ એ વિરોધિની છે. ને તેથી જ એ, એ દોષનું વારણ કરતી જાય છે. જ્યાં સુધી એ દોષનું સંપૂર્ણ વારણ થયું હોતું નથી ત્યાં સુધી એ પચ્ચક્ખાણ દ્રવ્યપચ્ચક્ખાણ હોય છે, ને જ્યારે સદ્ભક્તિનું જોર વધી જાય છે ને એ અવિવિધ આદિજન્યદોષને સંપૂર્ણતયા દૂર કરી દે છે ત્યારે, એ પચ્ચક્ખાણ ખુદ ભાવપચ્ચક્ખાણ બની જાય છે.
૨૯૬
પ્રસ્તુતમાં પણ અવિધિજન્ય દોષ કરતાં સદ્ભક્તિ જોરાવર ન બને ત્યાં સુધી લૌકિક બિંબ, ને જ્યારથી સદ્ભક્તિ જોરાવર બની અવિધિજન્યદોષનું નિવારણ કરી દે છે ત્યારથી લોકોત્તરબિંબ... આ રીતે વિવેક કરી શકાય છે. કૂપદૃષ્ટાન્ત પણ આવો જ ભાવાર્થ સૂચવે છે. એટલે જ્યાં સુધી એ લૌકિકબિંબ છે, ત્યાં સુધી પણ પરંપરાએ મોક્ષનું કારણ બનવું સંભવિત હોવાથી ગૌણરૂપે મોક્ષનું કારણ કહેવામાં કશો વાંધો નથી જ.
આમ, જિનબિંબ નિર્માણની વિધિ વિચારી. આવી વિધિથી બિંબનું નિર્માણ થયે છતે એની ૧૦ દિવસમાં પ્રતિષ્ઠા કરી લેવી એવું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે. આ પ્રતિષ્ઠા એટલે વર્તમાનમાં આપણે જેને અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠા કહીએ છીએ તે સમજવી, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org