________________
૨૯૧
બત્રીશી-૫, લેખાંક-૨૭ અર્પણ કરવાનું જણાવવા માટે આ પ્રમાણે કહ્યું છે એમ અહીં માનવું જોઈએ. જો પ્રભુની બાલ્યાવસ્થાને નજરમાં લેવામાં ન આવે તો “શિલ્પી ભલે ને બાળક છે, એમાં આપણને શું ? એને રમકડાં આપીશું તો તો એ રમવામાં પડી જશે ને પ્રતિમા ઘડવામાં વિલંબ થશે.” વગેરે વિચારો આવે ને રમકડાં વગેરેનું અર્પણ ન થાય એ સંભવિત છે. આવું ન થાય એ માટે “બાલ્યાવસ્થા તો શિલ્પીની છે ને ?” એવું ન વિચારતાં બાલ્યાવસ્થા મારા પ્રભુની જ છે' એવું વિચારવું. આવા અભિપ્રાયથી આ શિલ્પીની અવસ્થાને ગૌણ કરવાનું જણાવ્યું હોવું જોઈએ. આ જ પ્રમાણે યુવા-વૃદ્ધ અવસ્થા માટે પણ વિચારવું.
જિનમૂર્તિ ભરાવવામાં વપરાતું ધન પણ ભાવશુદ્ધ હોવું જોઈએ. જે વસ્તુતઃ પોતાના અધિકારનું નથી, પણ અન્યના અધિકારનું છે, આવું ધન પોતાના ધનમાં આવી ન જાય એ માટેની પૂરી કાળજી સહસ્થની હોવી જોઈએ. તેમ છતાં પોતાની જાણ બહાર આવું કંઈક ધન પોતાના ધનમાં ભળી ગયું હોય, તો એ અંશથી થનાર પુણ્યોપાર્જન વગેરેનો લાભ એ જીવને થાઓ.આવો શુદ્ધ ભાવ રાખવો જોઈએ. એટલે સ્વધનપ્રવિષ્ટ અન્યના ધનથી પણ પોતાને જ પુણ્ય મળે એવો અભિલાષ પોતાની જાણ બહાર પણ પોતાને ન રહેવાથી ન્યાયોપાર્જિત ધન ભાવશુદ્ધ બને છે.
જિનબિંબ ભરાવવાનો અવશિષ્ટ અધિકાર આગળના લેખમાં જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org