________________
૨૯૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રતિમા ઘડનાર શિલ્પી બાલ્ય, યુવાન કે વૃદ્ધ કોઈપણ ઉંમરનો હોય શકે છે. શ્રીવજસ્વામીનો પ્રસંગ “વયઃ ક્રીડતિ, ન વજથી જણાય છે કે શિલ્પકળામાં વિશારદતા કેળવી હોય એવા પણ બાળશિલ્પીને બાળસહજ ચેષ્ટા-વૃત્તિ-રુચિ વગેરે સંભવિત હોય છે. એટલે એને બાળકની રુચિને અનુરૂપ રમકડાં વગેરે આપવાથી એની પ્રસન્નતા વધે અને તેથી પ્રતિમા વધુ આલાદક-વધુ પ્રભાવપૂર્ણ બને એ સંભવિત છે. એ જ રીતે શિલ્પી યુવાન હોય કે વૃદ્ધ હોય તો તે તે વયમાં જેવી રુચિ હોય એને અનુરૂપ ચીજ વસ્તુ એને અર્પણ કરવાથી એની પ્રસન્નતા વધવા દ્વારા પ્રતિમાજી વધારે પ્રભાવક બને. પણ, શિલ્પી જો યુવાન્ કે વૃદ્ધ હોય, ને એને પ્રભુની બાલ્યાવસ્થા વગેરેની કલ્પનાથી રમકડાં આપવામાં આવે તો તો એને અપમાન વગેરે લાગવાથી અપ્રીતિ થાય જે છેવટે પ્રભુપ્રત્યેની અપ્રીતિરૂપ ઠરતી હોવાથી અપાયકારક છે. એટલે શિલ્પીની જેવી અવસ્થા હોય એને અનુરૂપ અનિન્ય ચીજ વસ્તુઓ આપવાની જ અહીં વાત હોવી યોગ્ય લાગે છે. (અહીં ઉપલક્ષણથી એ પણ જાણવું કે-સમાન ઉંમરવાળા પણ અલગ-અલગ શિલ્પીની રુચિ અલગ-અલગ હોય શકે છે. કોઈકને વસ્ત્રનું વધારે આકર્ષણ હોય તો કોઈકને ભોજનનું... કોઈકને રહેવાના સ્થાનની સુવિધા-સ્વચ્છતાદિનું તો કોઈકને પ્રેમાળ શબ્દોનું....જેણે જેનું આકર્ષણ હોય એ એને આપવાથી એની પ્રસન્નતા વધે જ. માટે એની રુચિ જાણીને તે તે વસ્તુ આપતા રહેવું જોઈએ.)
શંકા - પણ આ શ્લોકની વૃત્તિમાં તો તદવસ્થાત્રયમનાદત્યશિલ્પીની બાળાદિ ત્રણ અવસ્થાને ગૌણ કરવાનું જણાવ્યું છે ને ?
સમાધાન - શિલ્પીની બાલ્યાવસ્થાને શિલ્પીની બાલ્યાવસ્થારૂપ જ ન ગણી, પ્રભુની બાલ્યાવસ્થા સ્વરૂપ મનથી કલ્પીને, પ્રભુને જે ભક્તિભાવથી ઊંચા પ્રકારના રમકડાં વગેરે અર્પવાનું થાય એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org