________________
૨૮૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે નિર્માણનો પ્રારંભ કરાવવો. આ નિર્માણ દરમ્યાન પોતાનું તથા શિલ્પીનું ચિત્ત કલુષિત ન થાય એની કાળજી રાખવી જોઈએ. કારણ કે ધર્મની બાબતમાં ચિત્તની કલુષિતતા એ અમંગળરૂપ છે. આમાં દ્રવ્યસ્તવનો ઉત્સાહ મોળો પડી જવો. હતાશા આવી જવી..પાછળથી કૃપણતા આવી જવી, મનમાં કંઈક શંકા-કુશંકાઓ પેદા થવી....આ બધું પોતાના ચિત્તની કલુષિતતા છે.એને વારવી જોઈએ, એટલું જ નહીં, ઉપરથી જિનપ્રતિમા અંગે ચિત્તમાં વધુ ને વધુ પ્રીતિવિશેષભક્તિ-અહોભાવના ભાવો ઉછાળા મારે એવો પ્રયત્ન કરવો જોઈએ. કારણકે એ ભાવો પ્રમાણે ફળ મળે છે. ભવિષ્યમાં સેંકડો હજારો વર્ષ સુધી આ પ્રતિમા શુભભાવો માટે કેવું પ્રબળ આલંબન બનશે.. એ વિચારવાથી...તેમજ પોતાના ધનનો આનાથી વધારે સારો કોઈ ઉપયોગ નથી...વગેરે વિચારવાથી ભક્તિના ભાવો ઉભરાતા રહે છે.જેટલીવાર આવો વિચાર કરવામાં આવે ને એટલે જેટલીવાર આવા ભક્તિ-અહોભાવના ભાવો ઉલ્લસિત થાય એટલી પ્રતિમા વધુ ને વધુ પ્રભાવવંતી બને છે ને તેથી વધુ ને વધુ પ્રમાણમાં ફળપ્રાપ્તિ થાય છે. તેથી, બિંબ ભરાવવામાં સાનુબંધ પ્રીતિવિશેષ કેળવવી જોઈએ.
| શિલ્પીને આવશ્યક સુવિધાઓ ન મળવાથી અથવા યોગ્ય મૂલ્ય ન મળવાથી કે બિંબ ભરાવનારના વિચિત્ર સ્વભાવ-કર્કશ શબ્દો વગેરેથી મનમાં કલેશ થાય-અપ્રીતિ થાય..આ બધું એના ચિત્તની કલુષિતતા છે. એ પણ પ્રયતપૂર્વક વારવી જોઈએ. કારણકે શિલ્પી પર પોતાને પ્રીતિ ન હોય..અપ્રીતિ હોય તો જ આવું વર્તન થાય છે. ને શિલ્પી પરની આવી અપ્રીતિ એ વસ્તુતઃ શ્રીજિનપરની અપ્રીતિરૂપ જ જાણવી જોઈએ. તે આ રીતે-શિલ્પી પ્રત્યે અપ્રીતિના કારણે એની સાથેનો વ્યવહાર સૌજન્યપૂર્ણ ન થતા રૂક્ષ થાય છે. એના કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org