________________
૨૮૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
પણ જેટલી વધુ ને વધુ જયણા શક્ય હોય એટલી જાળવીને દયા કેળવવી જોઈએ. આમ, અન્ય આરંભાદિનો ત્યાગ ને આવશ્યકમાં જયણા જાળવવી એ સાધ્ય સંબંધી શુદ્ધિ છે ને એનાથી પણ જિનમંદિરનિર્માતાની આશયશુદ્ધિ થાય છે. આમ ત્રણ રીતે શુભ આશય કેળવવો જોઈએ.
જિનમંદિરના નિર્માણમાં પૃથ્વીકાયાદિજીવોનો આરંભ તો થવાનો જ છે... છતાં વધારાના આરંભનો ત્યાગ કરવાથી અને આવશ્યક આરંભમાં વધુ ને વધુ જયણા પાળવાનો પ્રયત કરવાથી અંતઃકરણ તો અનારંભથી જ વાસિત થાય છે ને તેથી આશયશુદ્ધિ થવાના કારણે, જે આરંભ થાય છે તે પણ સદારંભરૂપ બને છે જેનું ફળ હિતકર બન્યું રહે છે.
તથા હંમેશા નિર્માણકાર્યનું નિરીક્ષણ કરતા રહીને “હવે ૬૦ ટકા કામ થઈ ગયું. ૪૦ ટકા બાકી રહ્યું. હવે ૭૦ ટકા કાર્ય થઈ ગયું. ૩૦ ટકા બાકી રહ્યું. હવે શિખર પણ તૈયાર થઈ ગયું. માત્ર રંગમંડપ રહ્યો છે...' વગેરે રીતે પોતાના આનંદ-ઉલ્લાસને વધારતા રહેવું જોઈએ. તેમજ, જિનમંદિર તૈયાર થઈ જશે. ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થશે. સેંકડો-હજારો લોકો પરમાત્માના દર્શન-વંદન-પૂજનસત્કાર-સન્માનાદિ દ્વારા પાપોનો નાશ કરી પુણ્યોપાર્જન કરશે... દુર્ગતિનાં દ્વારો બંધ કરી સદ્ગતિનાં દ્વાર ઉઘાડશે. શુભ અધ્યવસાયો દ્વારા મિથ્યાત્વાદિદોષોને તિલાંજલિ આપી સમ્યક્તાદિગુણોને કેળવી ઠેઠ મુક્તિસુખને પામશે..ઓહોહો.. કેટલો બધો લાભ ...લાભ જ લાભ.અપરંપાર લાભ..' વગેરે રૂપે શુભઆશયની વૃદ્ધિ કરતા રહેવું જોઈએ. આ રીતે વિધિપૂર્વક ભાવવૃદ્ધિથી કરાયેલા જિનમંદિરને જ્ઞાની પુરુષોએ ભાવયજ્ઞ-ભાવપૂજા તરીકે ઉદ્ઘોષિત કર્યું છે. છઠ્ઠા ષોડશકની ૧૪મી ગાથામાં કહ્યું છે કે “સગૃહસ્થ માટે આ જિનમંદિર એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org