Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ બત્રીશી-૫, લેખાંક-૨૭ નિષ્કપટ રહેવું. આવી નિષ્કપટ પ્રવૃત્તિમાં રહેલ શુદ્ધ આશયથી જ વાસ્તવિક ધર્મ થાય છે. પ્રશ્ન : જિનમંદિરનિર્માણનો આ બાહ્ય વિધિ જાણ્યો. પણ નિર્માતાનો આંતરિક વિધિ શું હોય છે ? ૨૮૫ ઉત્તર ઃ આ જિનમંદિર કૃત્ય અંગે શુભઆશય ઊભો કરવો જોઈએ. જિનમંદિર-જિનમૂર્તિ એ પ્રભુભક્તિનું મુખ્ય આલંબન છે.. જિનમંદિર હોય તો રોજ અષ્ટપ્રકારીપૂજા....સ્નાત્રપૂજા... અંગરચના...મહાપૂજન...ચૈત્યવંદન...સ્તુતિસ્તવના...વગેરે કરીને હું ધન્ય બનીશ...બીજા પણ સેંકડો હજારો ભાવુકોને પ્રભુભક્તિ દ્વારા શુભ અધ્યવસાયો કમાવાનો લાભ મળશે...કેવી ભક્તિ થશે...કેવો લાભ મળશે...એની કલ્પનાઓ કરી કરીને પોતાના મનના શુભભાવો નિર્માણ કરવા-પ્રબળ કરવા. આને આલંબનતા નામની વિષયતાથી થયેલી શુદ્ધિ કહે છે. તથા, ‘જિનમંદિર નિર્માણ કરીશ તો મારી વાહવાહ થશે...ચારે કોર નામના થશે...' આવી કોઈ ઐહિક લાલસા ન રાખવી. કે જિનમંદિર નિર્માણ-પ્રભુભક્તિ વગેરે દ્વારા પરલોકમાં હું દેવ બનું-રાજા બનું...વગેરે કોઈ પ્રકારનું નિયાણું ન કરવું...પણ ‘જિનભવનનિર્માણ કરીશ તો ઉત્તમ પ્રભુભક્તિનો લાભ મળશે' આવો બધો જ ભાવ રાખવો-વિકસાવવો. આ ઉદ્દેશ્યતા સંબંધી શુદ્ધિ દ્વારા થયેલી આશયશુદ્ધિ છે. તથા જયણા પાળવા દ્વારા દયા સાધવાની હોય છે, માટે દયા એ સાધ્ય છે. એ માટે અન્ય આરંભ-સમારંભનો ત્યાગ · કરવો જોઈએ. એટલે પોતે રહેવા માટે ઘરની જરૂર છે. તો નવું મકાન ન બંધાવતા, કોઈ ગૃહસ્થે પોતાના માટે જે મકાન બનાવ્યું હોય એને જ શ્રાવક ખરીદી લે...પછી કદાચ એ મકાનમાં પોતાની ઇચ્છા મુજબની સુંદરતા-સુવિધાઓ ઓછી-વત્તી હોય તો પણ. તથા જિનમંદિર નિર્માણ કરાવવામાં જે પાણી વગેરે વપરાવાના હોય એમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 162