Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 8
________________ બત્રીશી-૫, લેખાંક-૨૭ અન્યની પીડાનો પરિહાર કરવાનો વિશિષ્ટ પ્રયત એ જ શુભાનુબંધ વગેરેનું મુખ્ય કારણ છે. એટલે જ, તાપસોની અપ્રીતિનું વારણ કરવા માટે પ્રભુ મહાવીરસ્વામીએ ચોમાસામાં પણ વિહાર કરી દીધો હતો. વળી, આડોશ-પાડોશને અપ્રીતિ ન કરવી, એટલું જ નહીં, પણ ભલે ને તેઓ સ્વજનાદિ સંબંધ વિનાના હોય, તો પણ આસપાસમાં રહેતા તેઓને ય દાનાદિથી અનુકૂળ ક૨વા-આવર્જિત કરવા. ભગવાન્ પ્રત્યેની ભક્તિથી થયેલી આવી ઉદારતાના યોગે શુભાશય વધુ વિશદ થાય છે, અને તેથી જીવોને બોધિની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે. આમાં રહસ્ય આ છે-જિનમંદિર, જિનમૂર્તિ, જિનપૂજા વગેરેરૂપ દ્રવ્યસ્તવનું એક મહત્ત્વનું પ્રયોજન બોધિની-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, સ્થિરતા અને નિર્મળતા છે...તે પણ માત્ર દ્રવ્યસ્તવ કરનારને જ નહીં, પણ એ જોનાર વગેરેને પણ થાય એવું આ પ્રયોજન છે. પણ જોનાર વગેરેને આ બોધિની પ્રાપ્તિ વગે૨ે તો, તો જ થાય છે જો તેઓ દ્રવ્યસ્તવની અનુમોદના-પ્રશંસા કરે. આસપાસ રહેનારા લોકો બધા જૈન જ હોય એવો નિયમ નથી, જૈનેતર પણ હોય શકે. તેઓના હૈયામાંથી અનુમોદનાનો સૂર તો જ નીકળે જો એ હૈયું આવર્જિત થયું હોય. એ માટે દાનાદિદ્વારા એમને અનુકૂળ કરવા જરૂરી હોય છે. પણ એના બદલે જો તેઓને અપ્રીતિ થયેલી હોય, તો તો તેઓ નિંદા વગેરે કરીને ઊલટા દુર્લભબોધિ થાય....ને એમાં નિમિત્ત બનવાથી જિનમંદિરાદિ કરાવનાર પણ કદાચ દુર્લભબોધિ થઈ જાય. એટલે દ્રવ્યસ્તવનું પ્રયોજન સ્વને કે પરને સરે જ નહીં. માટે આસપાસના લોકને અનુકૂળ કરવા એ આવશ્યક છે. એટલે જ પ્રતિષ્ઠા વગેરે પ્રસંગોએ કે વિશિષ્ટ મહોત્સવાદિ પ્રસંગે આસપાસના લોકોને ખુશ કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. ભૂમિસંપાદન કરવાની વિધિ દેખાડી. હવે ભીંતની વિધિ Jain Education International ૨૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 162