Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ લેખાંક શ્રી જિનેશ્વરદેવ નિરૂપમ મહત્ત્વ ધરાવે છે એ વાત ચોથી | જિનમહત્ત્વાગિંશિકામાં જોઈ. આ જાણ્યા પછી એમના પ્રત્યે ભક્તિભાવ ઉછળવો એ સહૃદયજીવો માટે આવશ્યક છે. એટલે હવે એ ભક્તિનું પાંચમી બત્રીશીમાં પ્રતિપાદન કરવામાં આવે છે. અથવા, ચોથી બત્રીશીના છેલ્લા શ્લોકમાં “ભગવદ્ભક્તિ એ પરમઆનંદ સંપત્તિનું બીજ છે એમ કહ્યું હતું. એટલે હવે એ બીજનું સંપાદન કરવા માટે ભક્તિનું નિરૂપણ કરવામાં આવે છે. અથવા, મહાનું વ્યક્તિનો “આ મહાનું છે' એવી પ્રતીતિપૂર્વક યોગ થયો. (એમનો યોગ થવા પર એવી પ્રતીતિ થવી) એ પ્રથમ યોગાવંચક છે. એનું સંપાદન થઈ શકે એ માટે ચોથી બત્રીશીમાં પ્રભુની મહાનતાની પિછાણ કરાવી. એમનો યોગ-સમાગમ થવા પર એમની પ્રણામાદિ દ્વારા અવશ્ય ભક્તિ કરવાનો નિયમ એ બીજો ક્રિયાવંચક છે. એનું સંપાદન થઈ શકે એ માટે આ પાંચમી બત્રીશીમાં ભક્તિનું સ્વરૂપ જણાવવામાં આવે છે. સાધુઓને આ ભક્તિ પરિપૂર્ણ હોય છે, કારણકે પ્રભુએ કહેલા આચારોનું પરિપૂર્ણ પાલન હોય છે. શ્રાવકોને દ્રવ્યસ્તવ (દ્રવ્યપૂજા) દ્વારા એ આંશિક હોય છે. આ દ્રવ્યસ્તવનો વિધિ હવે દર્શાવવામાં આવશે. દ્રવ્યસ્તવરૂપે પ્રભુભક્તિ કરવા માટે જિનમંદિર જોઈએ. એટલે જિનમંદિર નિર્માણનું વર્ણન કરવાનું છે. એમાં સૌ પ્રથમ કેવો ગૃહસ્થ જિનમંદિર બંધાવે ? એ ગ્રન્થકાર જણાવે છે. ન્યાયપાર્જિત ધનવાળો, બુદ્ધિમાન, સદાચારી, શુભઆશયવાળો તથા પિતા-પિતામહ-રાજા-અમાત્ય વગેરે ગુરુવર્ગનો પ્રીતિપાત્ર એવો ગૃહસ્થ જિનમંદિર બંધાવે. અર્થાત્ આવા ગુણોવાળો ગૃહસ્થ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 162