Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03 Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 7
________________ ૨૮૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે જિનમંદિર બંધાવવાનો અધિકારી છે. ચોરી-લબાડી વગેરે લોકનિન્દ વૃત્તિ-પ્રવૃત્તિવાળો ગૃહસ્થ જો જિનમંદિર બંધાવે તો, એ ગૃહસ્થ નિન્દ હોવાથી લોકો એની સાથે ધર્મને પણ વગોવે છે. ધર્મની વગોવણી એ બોધિદુર્લભતાનું પ્રબળ કારણ છે. એટલે ધર્મનિન્દા કરનાર લોકો બોધિદુર્લભ બની જાય એ મોટું નુકશાન થાય છે, જે એમાં નિમિત્ત બનનાર એ ગૃહસ્થને પણ નુકશાનકારક છે. એમ, જેનો આશય જ શુભ ન હોય એ તો અધિકારી ન જ હોય શકે એ સ્પષ્ટ છે. તથા, જે ગૃહસ્થ ગુરુવર્ગને સંમત નથી.એને ગુરુજનોના આશીર્વાદ ન મળે. રાજા વગેરેનો ઉપરથી વિરોધ હોય તો ક્યારેક સંઘને પણ તકલીફ પડવાની શક્યતા, કંઈક ને કંઈક વિઘ મંદિરનિર્માણમાં પણ આવ્યા કરવાની શક્યતા. માટે અહીં જે ગુણો કહ્યા છે તેવા ગુણોવાળો ગૃહસ્થ જ મંદિર નિર્માણનો વાસ્તવિક અધિકારી છે. પ્રશ્ન : જિનમંદિરનિર્માણ માટે ભૂમિ કેવી જોઈએ ? ઉત્તર : જિનમંદિર બંધાવવા માટે એવી ભૂમિ ખરીદવી જોઈએ કે જેમાં વાસ્તુવિદ્યાને અનુસાર કોઈ દોષ હોય નહીં, ધર્મશાસ્ત્રમાં દેખાડેલી મર્યાદાનું ઉલ્લંઘન ન હોય, તથા પડોશી વગેરે કોઈને ખેદ પહોંચતો ન હોય અને ભવિષ્યમાં કલ્યાણની પરંપરા ચાલવાની હોય. પ્રશ્ન : જેમાં કલ્યાણ પરંપરા ચાલે એવી શુભલક્ષણવાળી જમીન ખરીદવી એ વાત તો બરાબર છે. પણ પડોશી વગેરેને ખેદ ન થવો જોઈએ એવી શરત શા માટે છે ? ઉત્તર : ધર્મમાં ઉદ્યમશીલ જીવે કોઈને પણ અપ્રીતિ થાય એવું કરવું ન જોઈએ, કારણ કે અપ્રીતિનો પરિહાર કરવાથી જ શુભાનુબંધ થાય છે જેના પ્રભાવે ભવિષ્યમાં શુભપરંપરા ચાલે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 162