Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03 Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 9
________________ ૨૮૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે દેખાડવામાં આવે છે. ઇટ પાષાણ વગેરે જે વાપરવાના હોય તે સુંદર અને ગુણયુક્ત હોય એવા વાપરવા જોઈએ. કાષ્ઠ પણ જે વાપરવાનું હોય તે દેવતા વગેરેના ઉપવનમાંથી તેમની પૂજા-અર્ચા વગેરે દ્વારા સંમતિ મેળવીને પ્રયતપૂર્વક લાવવું. લક્ષણયુક્ત હોય તથા ખદિરાદિકાષ્ઠની જેમ સ્થિર-સારવાળું હોય એવું કાષ્ઠ વાપરવું. તથા માલ પરિવહન કરનારા બળદગાડાં વગેરેના બળદ વગેરેની પીડાનો પણ પરિહાર કરવો. એ માટે બહુ ભાર ન લાદવો-અન્ન પાણી વગેરેમાં અંતરાય ન કરવો, ઈત્યાદિ કાળજી લેવી. આ ઈટ વગેરે પણ યોગ્ય મૂલ્ય ચૂકવીને ખરીદવા, તે પણ પૂર્ણકળશ વગેરે શુભશુકન પૂર્વક ખરીદવા એ હિતકર છે, વળી આ શુભશુકન ચિત્તોત્સાહને અનુસરનાર હોય છે. એટલે કે એ વખતે ભેગો ચિત્તોત્સાહ પણ જોઈએ. આમાં પૂર્ણકળશ વગેરે બાહ્યશુકન છે અને ચિત્તનો ઉત્સાહ એ આંતરિક શુકન છે. તથા ગુરુવચનાનુગતત્વ પણ કાર્યસાધક છે. એટલે કે બાહ્યશુકન, આંતરિક ઉત્સાહ અને ગુરુવચન એ ત્રણેને અનુસરીને થયેલા કાર્ય શીધ્ર સિદ્ધ થાય છે. આ વાત યોગબિન્દુગ્રન્થના ૨૩રમાં શ્લોકમાં તથા ૧૪મી બત્રીશીના ૨૭માં શ્લોકમાં પણ કરેલી છે. જિનમંદિરનિર્માણ માટે નોકરો-મજુરો પણ એવા રાખવા જે સજ્જનપ્રકૃતિના હોય... “તમે તો નોકરો છો-મજુરો છો.' વગેરે હલ્કા વચનોનો પ્રયોગ ન કરવો...પણ તમે પણ આ મંદિરનિર્માણમાં સહાયક છો...તમારો પણ આમાં સહયોગ-ફાળો છે. નહીંતર એ થઈ શી રીતે શકત ?” વગેરે રૂપ ઉદારવચનો બોલીને તેઓને સંતોષ આપવો. એમ આર્થિક ઉદારતા કેળવીને એમને યોગ્ય વેતન આપવા દ્વારા પણ સંતોષ આપવો. દ્રવ્યસ્તવરૂપ મહત્ત્વના ધર્મમાં સહાયક બનનારા હોવાથી તેઓ પણ ધર્મમિત્રરૂપ હોય છે. માટે તેઓ પ્રત્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 162