________________
૧૦
C
છે તેના ઉપરથી · અશેાક ગાદીએ બેઠા અને તેના રાજ્યાનિષેક થયા, એ બે બનાવની વચ્ચે અમુક વર્ષના ગાળા પડયા હતા' એવું અનુમાન શી રીતે થઈ શકે, એ જ સમજી શકાતું નથી. નાગાઈની ના પર્યંતની ગુઢ્ઢામાં ત્રણ લેખા છે તેમના વિચાર આ દૃષ્ટિએ કરવા જેવા છે. અશાકના પૈત્ર દશરથના રાજ્યાભિષેકની સાથની પછીની જ સાલના એ લેખા છે. એ લેખાની સાલ આપતાં દશરથના રાજ્યાભિષેકના ઉલ્લેખ કરવામાં આવેલા છે તેથી, જે વર્ષે દશરય ગાદીએ બેઠા તે જ વર્ષે તેના રાજ્યાભિષેક થયા ન હો, પણ એ એ બનાવાની વચ્ચે અમુક વર્ષના ગાળા પડયા હતા ' એવું અનુમાન આપણે કરી શકીએ ખરા ? આથી કરીને, અશાક ગાદીએ એઠી ત્યારપછી ચારેક વર્ષો વીત્યાં ત્યારે જ તેને રાજ્યાભિષેક થયે હતા, એવું માની લેવાને કાંઇ ખાસ કારણુ જણાતું નથી.
•
પેાતાના રાજ્યાભિષેકના વાર્ષિક ઉત્સવ ઊજવવાની વેળાએ કેદીઓને છૂટા કરવાના રિવાજ અશે કે રાખ્યા હતા, એમ જણાય છે. તેના સાત મુખ્ય રત ભલેખા પૈકીના પાંચમા સ્તંભલેખ જોતાં આવું અનુમાન થઇ શકે છે. એ લેખના અંતભાગમાં તેણે કહ્યું છે કે, મારા રાજ્યાભિષેકને વીસ વર્ષોં વીત્યાં તે સમયમાં મેં પચીસ વેળાએ બંધનમાક્ષ કર્યાં છે.” છવીસ વર્ષોંમાં પચીસ વેળાએ કેદીઓને છૂટા કરવામાં આવેલા તેથી એવા નિય કરી શકાય છે ?, એ લેખ લખાયા હતા ત્યારે અશોકના રાજકાળનું છત્રીસમું વર્ષ પૂરૂ થયું ન હતું, પણ ચાલતું હતું. આથી એમ સાખીત થાય છે કે, પેાતાના જીવનના પ્રસ ંગાને લગતાં જે વર્ષે અશા જણાવ્યાં છે તે તેના રાજકાળનાં ચાલુ વર્ષોં છે. કેટલાક વિદ્વાના માને છે. તેમ તે તેના રાજકાળનાં ગત વર્ષોં નથી.
66
,,
કાટિલ્ય પોતાના “ અર્થશાસ્ત્ર ” માં જણાવે છે કે, અમુક દિવસેાએ પ્રાણીના ગંને નારા ન કરવા, અથવા તેા તેને સુન્ની ન કરાવવી, એવી મના રાજાએ કરવી જોઇએ. રાજાના અને દેશના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com