________________
એક લેખ હિતે, એવી નેંધ લૈટિટ્યકૃત “અર્થશાસ્ત્રમાં કરેલી છે; અને તેથી, એ રૂઢિ અશોકના પહેલાંના કાળમાં પ્રચલિત હતી, એમ સાબીત થાય છે. તેમ છતાં પણ, ક્રાંસન એ વિદ્વાન માને છે તેમ આપણે પણ એટલું તે જરૂર માની શકીએ કે, હિંદુઓએ મૂળ ઇરાની લેખપદ્ધતિનો સ્વીકાર કર્યો હતો. હિંદુસ્તાનના વાયવ્યકોણના ઉપર એકીમેનિયન લોકોએ ચઢાઈ કરીને પોતાનું રાજતંત્ર સ્થાપ્યું તેને લઈને તેવી રૂટિને સ્વીકાર થયો હતો, એમ પણ આપણે માની શકીએ.
અશોક પિતાનાં શાસનમાં જ્યાં જ્યાં સાલ આપે છે ત્યાં ત્યાં પોતાના રાજ્યાભિષેકથી માંડીને વર્ષોની ગણત્રી કરે છે. અશોક પિતે ગાદીએ બેઠો ત્યારપછી ચાર વર્ષે તેને રાજ્યાભિષેક થયો હતો, એવી સિંહલદ્વીપની કથાને વિદ્વાનોએ આના પરિણામમાં ખરી માની લીધી છે. પરંતુ એ દંતકથા તે આપણને એમ પણ કહે છે કે, પિતાને બાપ મરી ગયો ત્યારપછી અશેકે પોતાના નવ્વાણું ભાઇઓની કતલ કરીને ગાદી પચાવી પાડી હતી અને પોતાના સૌથી નાના ભાઈ તિષ્યને જ જીવતો રહેવા દીધો હતો. પણ અશોકની ધર્મલિપિઓ આ દંતકથાને ખોટી પાડે છે; કારણ કે, એ લેખોમાં તે તેના માત્ર એક જ ભાઈને ઉલ્લેખ નથી, પણ અનેક ભાઈઓને ઉલેખ છે, અને એ બધા ભાઈઓ તેના પાટનગર(પાટલિપુત્ર)માં રહેતા હતા એટલું જ નહિ, પણ સામ્રાજ્યમાંનાં બીજા શહેરોમાં પણ રહેતા હતા. આ દંતકથાના આ ભાગને આપણે કબૂલ રાખતા નથી તો પછી, અશોકે ગાદી પચાવી પાડી ત્યારપછી ચાર વર્ષે તેને રાજ્યાભિષેક થયો હતો, એવું એ જ દંતકથાના જે ભાગમાં કહ્યું છે તે ભાગને આપણે શા માટે વળગી રહેવું જોઇએ? ખરું જોતાં તે, અશોક પિતાના રાજકાળના અમુક બનાવે પિતાના રાજ્યાભિષેકની પછી અમુક વર્ષે બનેલા હોવાનું જણાવે
૧ ઈ. એ. ૭, -૧ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com