________________
અનુષ્ઠાન કરવાનું તેમણે બાકી રાખ્યું ન હતું, ત્યારે પૈસા પોતાના ખર્ચે, ભોગ પોતે આપે, અનુષ્ઠાન પોતે કરે અને માર્ગદર્શન આચાર્યભગવન્તનું લે તે શાસન પ્રભાવના કરી શકે. એના બદલે આજે ઊંધું થઈ ગયું છે. અનુષ્ઠાન સાધુભગવન્ત કરાવે પૈસા સાધુભગવન્ત ભેગા કરી આપે અને અનુષ્ઠાન કરતી વખતે સલાહસૂચન ગૃહસ્થનાં લેવામાં આવે : આ શાસનપ્રભાવનાનું કાર્ય નથી, જાતપ્રભાવનાનું કાર્ય છે. તમારી પાસે શક્તિ ન હોય તો પૈસા ભેગા કરી દેરાસર-ઉપાશ્રય બંધાવવાની જરૂર નથી. દેરાસર શક્તિ હોય તો બંધાવવાનું છે, શતિ મુજબનું અનુષ્ઠાન પણ કરવાનું તો આજ્ઞા મુજબ જ છે. તમારે ત્યાં લગભગ ઊંધું છે. દેરાસર બંધાવવા વગેરે સ્વરૂપ અનુષ્ઠાનો શક્તિ ઉપરાંત કરવાં છે, અને ધર્મ ઈચ્છા મુજબ કરવો છે. ભવ્યાતિભવ્ય દેરાસર બંધાવવાનો વિચાર આવે પણ ભાવ ભવ્યાતિભવ્ય લાવવાનું મન નથી થતું. શ્રી ષોડશકગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જણાવ્યું છે કે તેવા પ્રકારની સામગ્રીના અભાવમાં માત્ર લીંપણ કરેલી ભૂમિમાં પણ શુદ્ધ ભાવથી કરેલી પ્રતિષ્ઠા શુભ ભાવનું કારણ બને છે. ઊંચામાં ઊંચી સામગ્રીથી દેરાસર બનાવે અને નામના મેળવવાનો ભાવ હોય તો ફળ નહિ મળે. લીંપણનું મંદિર બનાવે અને ભાવ ભવથી તરવાનો હોય તો ફળ મળ્યા વિના નહિ રહે. ભવથી તરવાના ભાવ વિના શ્રાવકપણું ન આવે અને આજ્ઞાપાલનના ભાવ વિના સાધુપણું ન આવે. જે દિવસે ભવથી તરવાનો ભાવ જાગશે તે દિવસે દ્રવ્યસાધુ
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org