________________
હોય તો ધર્મશાળા કેવી રીતે બંધાવી શકાય ?
સ૦ દેરાસર-ઉપાશ્રય બંધાવવાં – એ શાસનપ્રભાવનાનું કાર્ય
નહિ ?
સાધુ માટે નહિ. દેરાસર-ઉપાશ્રય બંધાવવાં એ સાધુનું કાર્ય છે કે ગૃહસ્થનું કર્તવ્ય છે ? આ કાર્ય પણ શાસનપ્રભાવનાનું અંગ ક્યારે બને ? માત્ર દેરાસર-ઉપાશ્રય બંધાવવાં એ શાસનપ્રભાવના નથી. શતિ મુજબ શાસનની આરાધના કરે અને દરેક જીવના હૈયામાં એ શાસન વસી જાય એવો માર્ગાનુસારી પ્રયત્ન કરે તેનું નામ શાસનની પ્રભાવના. શાસન એટલે ભગવાનનું વચન. એ વચનની આરાધના જેમાં સમાયેલી હોય, એ વચનનો વિરોધ જેમાં ન આવતો હોય અને જેના કારણે ભગવાનનું વચન બીજા જીવોના હૈયામાં પણ પહોંચે એવા પ્રકારનું અનુષ્ઠાન શાસનપ્રભાવનાનું અંગ બને. ભગવાને સાધુભગવન્તને દેરાસરઉપાશ્રય-ધર્મશાળા બંધાવવાનો નિષેધ કર્યો છે. આવું નિષિદ્ધ અનુષ્ઠાન, તે પણ પોતાની નામના વગેરેના આશયથી કરવામાં આવે તો તે શાસનપ્રભાવનાનું અંગ ન બને. દેરાસર-ઉપાશ્રય બંધાવવાનું કામ તો ગૃહસ્થનું છે. એ પણ કયા ગૃહસ્થનું ? જે ચારિત્ર ગ્રહણ કરી શકતો ન હોય તેવાનું. સંપ્રતિ મહારાજે ઘણાં દેરાસરો બંધાવ્યાં, જીર્ણોદ્ધાર પણ કરાવ્યા, પણ તે ક્યારે ? સૌથી પહેલાં તો આર્યસુહસ્તિસૂરિજી મ. પાસે પોતાના આત્માના ઉદ્ધાર માટે દીક્ષાની માંગણી કરી. આચાર્યભગવન્ત જ્ઞાની હતા. જ્ઞાનથી જોયું
આ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org