________________
બેસશો ત્યારે સુશ્રાવકપણું આવશે. જે દિવસે; અવિરતિ ન તૂટે, સુખ ન છૂટે અને દુઃખ ન ભોગવાય તેનું રુદન કરતાં આવડશે તે દિવસે સુશ્રાવકપણું આવશે. ધર્મની સામગ્રી પુણ્યથી મળે – એની ના નહિ, પણ ધર્મ પામવા માટે એટલા પુણ્યમાત્રથી નિસ્તાર નહિ થાય. મળેલી સામગ્રીને સફળ કરવા માટે ક્ષયોપશમભાવની જરૂર છે. ધર્મસામગ્રી મળે પુણ્યથી, પણ ફ્લે ક્ષયોપશમભાવના યોગે. તમને ધર્મસામગ્રી અપાવનાર પુણ્ય ગમે કે ધન આપનાર ? ધન આપનાર પુણ્ય હોય તો ધર્માત્મા તેનો ઉપયોગ કરી લે – એ જુદી વસ્તુ, પરંતુ એ પુણ્ય ન હોય તો ધર્મ અટકી નહિ પડે. જ્યારે ધર્મની સામગ્રી અપાવનાર પુણ્યોદયમાં પણ જો સુખ ઉપરથી નજર નહિ ખસે તો ધર્મ આરાધી નહિ શકાય. પુણિયા શ્રાવક સુશ્રાવક હતા ને ? તેમની પાસે ભોગનું પુણ્ય કેટલું હતું ? છતાં ય તેમની પાસે ધર્મસામગ્રી અપાવનાર પુણ્ય અને તેને સફળ કરનાર ક્ષયોપશમભાવ હતો તો ધર્મની આરાધના એવી કરી કે ખુદ ભગવાને પણ તેમના સામાયિકને વખાણ્યું. સુખ મેળવવામાં કે સુખ ભોગવવામાં ધર્મ નથી, સુખ છોડવામાં ધર્મ છે. જેને સુખ મેળવવું હોય કે સુખ ભોગવવું હોય તેને પુણ્યોદ્યની જરૂર પડે. જેને સુખ છોડવાનો અભ્યાસ પાડવો હોય તેને પુણ્યોદયની જરૂર નથી, પુણ્યના ઉદય ઉપરથી નજર ખસેડવાની જરૂર છે. પુણ્યોદય ટાળતાં આવડે તે ધર્મ કરી શકે, બીજાનું કામ નથી. ધન મેળવવા માટે પુણ્ય જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org