________________
ભલે ભોગવવા ન મળે, પરન્તુ પાપનો યોગ તેમને હોતો નથી. પાપનું ફળ ભોગવે છતાં પાપનો યોગ થાચ નહિ? એનું નામ સાધુપણું.
સ૦ સાધુપણું મળે – એ પુણ્યનું ફળ નહિ ?
સાધુપણું એ પુણ્યનું નહિ, ચારિત્રમોહનીયના ક્ષયોપશમનું ફળ છે. સાધુપણું લઇ શકાય એવી મનુષ્યજન્માદિ સામગ્રી, સરુનો યોગ... એ બધું પુણ્યથી મળે એની ના નહિ, પણ સાધુપણું પુણ્યના ઉદયથી નહિ, ચારિત્રમોહનીયર્મના ક્ષયોપશમભાવના યોગે મળે છે. ચારિત્રનો પરિણામ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી પ્રગટે અને ચારિત્રમાં જે બાવીસ પરિષહો આવે તે પુણ્યાનુબંધી પાપના યોગે આવે છે. પુણ્યનું ફળ તો સાધુ ભોગવે નહિ. શાસ્ત્રમાં જણાવ્યું છે કે સાધુપણામાં જે પરિષહ વેઠવાના કહ્યા છે, એ પરિષહ આવે પાપના ઉદયે અને એ પાપનો ઉદય ભોગવતાં કદાચ બંધાય તો ય પુણ્ય જ બંધાય માટે પુણ્યાનુબંધી પાપના ઉદયે, લયોપશમભાવના યોગે સાધુપણું મળે છે. દુનિયાનો કોઈ પણ જાતનો પુણ્યોદય આકર્ષે નહિ અને ભયંકરમાં ભયંકર કોટિનો પણ પાપોદય અકળાવે નહિ: એ પ્રતાપ આ ચારિત્રમોહનીયના ક્ષયોપશમભાવનો છે. સુખનું અર્થપણું નાશ પામે પછી ચારિત્રમોહનીયના ક્ષયોપશમનો ખપ પડશે.
સ, સારા શ્રાવને તોડગલે ને પગલે પુષ્યની જરૂર પડે ને ? સારા શ્રાવકને ક્યા પુણ્યની જરૂર પડે, સંસારનું સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org