Book Title: Ansh Vachnano Sara Dvadashangino 1
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 10
________________ હસ્તગત કરવી – એ નાનીસૂની વાત નથી, છતાં ય એક વાત નક્કી છે કે અવિરતિપ્રત્યયિક પાપનો યોગ ટળ્યો નથી. પુણ્યોદયની ગમે તેટલી પરાકાષ્ઠા હોય પણ પાપનો યોગ જો ચાલુ હોય તો તેની કિંમત શી? સ૦ ત્યાંથી પડવાના તો નહિ - એ નક્કી ને ? પડેલા જ છે-એ કેમ નથી જોતા ? અવિરતિપ્રત્યયિક કર્મબંધ ટાળી છ–સાતમે ઉત્કટ આરાધના કરનારા ચોથે ગુણઠાણે આવીને ફરી અવિરતિપ્રત્યયિક બંધ ચાલુ કરે એ પતન નહિ ? માત્ર સાત લવનું આયુષ્ય અધિક મળત અથવા એક છઠ્ઠ જેટલો તપ અધિક હોત તો વળજ્ઞાન પામી મોક્ષે પહોંચી જાય-એવા પ્રકારની સિદ્ધિના આરે પહોંચેલાને ચોથા ગુણઠાણે ભારે લાંબો કાળ પસાર કરવો પડે, તેની પીડા-તેની વેદના કેવી હોય એ તો એ જાણે ને જ્ઞાની જાણે. પુણ્યના યોગે સંસારનું અનુત્તરકોટિનું સુખ મળ્યું હોવા છતાં એ સુખને ભુલાવી દે એવી અવિરતિની પીડા તેમને હોય છે. કારણ કે તેમની નજર પુણ્યથી મળતા સુખ ઉપર નહિ, કર્મક્ષયથી મળતા મોક્ષ ઉપર હોય છે. પુણ્ય ઉપરથી નજર નહિ ખસે અને નિર્જરા તથા મોક્ષ ઉપર નજર સ્થિર નહિ થાય ત્યાં સુધી ભગવાનનું શાસન અને એ શાસનને પામેલાઓની અવસ્થા સમજી શકાય – એ શક્ય નથી. તમને સંસારનું સુખ એટલું ગમે છે કે તમારી નજર પુણ્યનું ફળ ભોગવનાર ઉપર તરત પહોંચી ગઇ, પરન્તુ પાપનું ફળ ભોગવનાર સાધુભગવન્ત તમને યાદ ન આવ્યા. સાધુપણામાં પુણ્યનો ઉદય ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 194