Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર'
ગઈ હતી. જો એમ ન હોત તો તેમાં તેનો ઉલ્લેખ ન મળત. વળી, ‘દશવૈકાલિક’ની રચનામાં, ‘ઉત્તરાધ્યયન'ના અંશોનો આધાર હોવાથી, તથા ‘દશવૈકાલિક’ની રચના થયા બાદ, ‘ઉત્તરાધ્યયન’નો દશવૈકાલિક પછી પઠન કરવાનો ઉલ્લેખ હોવાથી, દશવૈકાલિક' પહેલાં તેની રચના થઈ ગયેલી હોવી જોઈએ. ‘દશવૈકાલિક’ના કર્તા શય્યભવસૂરિનો સમય મહાવીર-નિર્વાણના ૭૫ વર્ષ બાદ માનવામાં આવે છે. ‘ઉત્તરાધ્યયન'ની અંતિમ ગાથા તથા અન્યત્ર પણ ઉલ્લેખિત આ પ્રકારના પ્રમાણોથી પ્રતીત થાય છે કે તેના ઉપદેષ્ટા સાક્ષાત્ મહાવીર છે. તેમણે નિર્વાણ-પ્રાપ્તિના અંતિમ સમયમાં ન પૂછાયા હોય એવા પ્રશ્નોના ઉત્તરના સ્વરૂપે ઉપદેશ આપેલો અને ત્યારબાદ તેમને પરિનિર્વાણ પ્રાપ્ત થયું હતું. સંભવતઃ એથી જ શાર્પેન્ટિયર ‘ઉત્તરાધ્યયન’ની ભૂમિકામાં તેને મહાવીરના વચન તરીકે સ્વીકારે છે.
આ રીતે ‘ઉત્તરાધ્યયન'ની પ્રાચીનતા મહાવીરના નિર્વાણકાળ જેટલી છે. પરંતુ, આનાથી વિરુદ્ધ ઉલ્લેખ પણ મળે છે, જેમ કે ‘સમવાયાંગસૂત્ર’ના ૫૫માં સમવાયમાં, ૫૫ પુણ્યફલવિપાક અને ૫૫ પાપફલવિપાકના અધ્યયનોનું કથન છે અન એ ઉપરાંત તેમાં મહાવીરના પરિનિર્વાણને પ્રદર્શિત કરવામાં આવેલ છેă. પરંતુ ૩૬મા સમવાયમાં, જ્યાં ‘ઉત્તરાધ્યયન'ના અધ્યયનોનાં નામો
૧ જુઓ - પૃ. ૧૪. પા. ટિ. ૧.
૧ જુઓ - પૃ. ૧૨. પા. ટિ. ૧. 3 षट्त्रिंशत्तमाप्रश्नव्याकरणान्यभिधाय च ।
प्रधान नामाध्ययनं जगद्गुरुभावयत् ॥
ત્રિવિષ્ટિરાાપુરુષવરિત્ર, ૧૦-૧૩-૨૨૪. तेणं कालेणं... पणपन्नं अज्झयणाई कलाणफल विवागाई पणपत्रं अज्झयणाइं पावफल विवागाई छत्तीसं अपुट्ठवागरणाई वागरित्ता पहाणं नाम अज्झयणं... परिनिव्वुडे सव्वदुक्खपणे ।
પસૂત્ર ૧૧૪ ૧૧મી વાચના
-રિવંશપુરાળ ૧૦-૧૩૪
उत्तराध्ययनं वीर निरवाणगमनं तथा
૪ જુઓ અનુસંધાન પૃષ્ટ ૩૦ની પાદટિપ
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org