Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૧૩૦. ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના ગણાયેલી છે. જો કે ભૌતિક સુખ-સુવિધાઓની દષ્ટિએ મનુષ્ય અને દેવગતિને સુગતિ પણ કહેવામાં આવેલ છે. પરંતુ આ ગતિઓની સુખ સુવિધા પણ, કેટલાક સમય બાદ અથવા મૃત્યુ પછી નષ્ટ થઈ જતી હોવાથી દુર્ગતિરૂપ જ છે. તેથી કેવળ સ્વ-સ્વરૂપની પ્રાપ્તિરૂપ સિદ્ધ અવસ્થા (મોક્ષ) જ, સદા સુખોથી પૂર્ણ હોવાને કારણે સુગતિરૂપ કહેવામાં આવેલી છે. આ રીતે, એક માત્ર સિદ્ધ અવસ્થા સુગતિરૂપ હોવાથી, તેની પ્રાપ્તિમાં પ્રમુખ કારણભૂત મનુષ્યગતિને પણ કંઈક અંશે સુગતિરૂપ કહી શકાય કારણ કે મનુષ્ય ગતિવાળો જીવ જ પોતાના સંયમ વગેરેને લીધે સિદ્ધ-અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. તેથી, ગ્રંથમાં મનુષ્યગતિને અપાર વૈભવસંપન્ન દેવગતિ કરતાં પણ દુર્લભ દર્શાવવામાં આવેલ છે.
१ सद्दा विविहा भवन्ति लोए, दिव्वा माणुस्सगा तहा तिरिच्छा । ભીમા મા-બેરયા કરી................!!
–૩, ૧૫. ૧૪. विणयपडिवने य णं जीवे अणच्चासायणसीले नैरइयतिरिक्खजोणियमणुस्सदेवदुग्गईओ निरंभई ।
–૩. ર૯. ૪. તથા જુઓ - ઉ. ૨૯. ૨; ૧૯-૧૬, ૪૬-૪૭; ૨૦-૩૧ २ मणुस्सदेव सुगईओ निबंधई ।
–૩. ર૯, ૪. તથા જુઓ - ઉ. ૩. ૧, ૭, પ્રકરણ ૧ 3 नाणं च दंसणं चेव ... जीवा गच्छान्ति सोग्गइं ।
–૩. ૨૮, ૩. ४ एकया देवलोएसु नरएसु वि एगया । एगया आसुरं कायं आहाकम्पेहिं गच्छई ।।
......................... कम्मसंगेहि सम्मूढा दुक्खिया बहुवेयणा । अमाणुसासु जोणीसु विणिहम्मति पाणिणो । कम्पाणं तु पहाणाए जाणपुव्वी कयाइ उ । जीय सोहिमणुप्पत्ता आययन्ति मणुस्सयं ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org