Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૨૮૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
થઈ જાય છે. તેથી ગ્રંથમાં પ્રવચનમાતાને ‘સમિતિ’ શબ્દથી પણ વ્યક્ત કરવામાં આવેલ છે.
ગુપ્તિ અને સમિતિના પ્રમુખ આઠ ભેદ હોવાથી પ્રવચનમાતાઓની સંખ્યા પણ આઠની માનવામાં આવેલી છે. ગ્રંથમાં તેની બાબતમાં સાવધાન રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે તથા તેના સમ્યક્ પાલનનું જ્ઞાન સંસારમાંથી શીઘ્ર મુક્તિ છે એમ દર્શાવવામાં આવ્યું છે૩૧.
હવે, ગુપ્તિઓ અને સમિતિઓનો ક્રમશઃ પૃથક્ પૃથક્ વિચાર કરવામાં આવશે .
ગુપ્તિઓ : પ્રવૃત્તિ-નિરોધ
મન, વચન અને કાય-સંબંધી અશુભ પ્રવૃત્તિ નિરોધરૂપ ગુપ્તિનું જે લક્ષણ દર્શાવવામાં આવ્યું છે તેમાં અશુભ પ્રવૃત્તિ એટલે સાંસારિક વિષય-ભોગો પ્રત્યે ઉન્મુખ થનારી પ્રવૃત્તિ. કષાયરૂપી શત્રુના આક્રમણાથી બચવા માટે આ ગુપ્તિઓને અમોઘ શસ્ત્ર (અજેય શસ્ત્ર) ગણવામાં આવેલ છે. પ્રવૃત્તિ મન, વચન અને કાયથી સંભવતી હોવાથી ગુપ્તિના પણ ત્રણ ભેદ પાડવામાં આવેલ છે. મનોગુપ્તિ, ૧ એજન
यत्तु भेदेनोपादानं तत् समितीनां प्रविचाररूपत्येन गुप्तीनां तु प्रवीचाराङप्रवीचारात्मकत्वेन कथञ्चित् भेदख्यापनार्थम् ।... सर्वा अप्यमूश्चारित्ररूपाः, ज्ञानदर्शनाङविनाभावि च चारित्रम्, न चैतस्त्र्यातिरिक्तमन्यदर्थतो द्वादशाङ्गमित्येतासु प्रवचनं मातमुच्यते ।
૨ એજન
3 अट्ठसु पवयणमायासु उवउत्ते ।
४ एयाओ पवयणमाया जे सम्म आयरे मुणी ।
सो खिप्पं सव्वंसारा विप्पमुच्चइ पंडिए ।
५ सद्धं नगरं किच्चा तवसंवरमग्गलं । खंति निउणपागारं तिगुत्तं दुप्पधंसयं ॥
Jain Education International
For Private & Personal Use Only
—૩. ને. રૃ., પૃ. ૩૦૨.
૧૩. ૨૯. ૧૧.
૧૩. ૨૪. ૨૭.
૧૩. ૯. ૨૦.
www.jainelibrary.org