Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૩૨૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન માટે સમતાપૂર્વક ઉપભોગ કરવો જોઈએ. જ્યારે એમ લાગે કે સંયમનું પાલન કરવું સંભવશે નહીં અથવા ભયાનક રોગ થયો હોય અથવા બીજી કોઈ આપત્તિ આવી પડી હોય જેનાથી બચવું અશક્ય હોય ત્યારે સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરી અનશન તપ કરવું જોઈએ.
અનુશીલના જ્યારે મુક્તિનો સાધક ધીમે ધીમે પોતાના ચારિત્રનો વિકાસ કરતો કરતો ગૃહસ્થ ધર્મની અંતિમ અવસ્થા પ્રાપ્ત કરી લે છે અથવા સંસારના વિષયભોગમાંથી વિરક્ત થઈ જાય છે ત્યારે તે જ્ઞાનની પ્રાપ્તિ તથા ચારિત્રના વિકાસ માટે માતા-પિતા પાસેથી આજ્ઞા લઈ સર્વ પ્રકારના પારિવારિક સ્નેહ બંધનો તોડીને જંગલમાં ચાલ્યો જાય છે અને કોઈ ગુરુ પાસેથી દીક્ષા લઈ અથવા ગુરુ ન મળે તો સ્વયં સાધુધર્મનો અંગીકાર કરી લે છે.
જો કે ગૃહસ્થાવસ્થામાં પણ જ્ઞાન અને ચારિત્રની સાધના કરી શકાય છે પરંતુ ઘરમાં અનેક પ્રકારનાં સાંસારિક કાર્યો થતાં હોવાથી ધર્મની સાધના કરવામાં ઘણાં વિનો નડે છે. તેથી પ્રાયઃ બધાં ભારતીય દર્શનોમાં ધર્મની સાધના કરવા માટે સન્યાસાશ્રમની વ્યવસ્થા જોવા મળે છે. તે આશ્રમમાં સાધક બધા પ્રકારના સાંસારિક બંધનોથી દૂર રહી ગૃહસ્થ આપેલ ભિક્ષાત્રના આધારે જીવન-જાવન કરતાં કરતાં એકાન્તમાં આત્મચિંતન કરે છે. આ રીતે “ઉત્તરાધ્યયન'માં પણ ચારિત્ર અને જ્ઞાનના વિકાસની પૂર્ણતા માટે સન્યાસાશ્રમને આવશ્યક ગણવામાં આવેલ છે આ આશ્રમમાં રહેનાર સાધકને “સાધુ” કે “શ્રમણા” કહેવામાં આવે છે. ભિક્ષાન્ન દ્વારા જીવન-યાપન કરવાને કારણે તેને ભિક્ષુ' પણ કહેવામાં આવે છે. આ ભિક્ષાની પ્રાપ્તિ સંબંધી ઘણા કઠોર નિયમો છે જેના મૂળમાં અહિંસા અને અપરિગ્રહની ભાવના રહેલી છે. સાધુના આચાર સંબંધી જેટલા નિયમો છે તે બધાના મૂળમાં અહિંસા અને અપરિગ્રહની ભાવના રહેલી છે. આ બધા નિયમોનું પાલન કરવાનું પરંપરાગત કે સાક્ષાત્ ફળ કર્મનિર્જરા બાદ મુક્તિ છે એમ દર્શાવવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org