Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
૩૯૭ દેશમાં આવે છે. તેઓ બોંતેર કલાઓનું તથા નીતિશાસ્ત્ર આદિનું પણ અધ્યયન કરતા હતા. ગ્રંથમાં વણિકને “શ્રાવક' પણ કહેવામાં આવ્યો છે. તેથી તેમના જૈન ગૃહરથ હોવાનું પ્રમાણ મળે છે. કેટલાક વણિક જૈન દીક્ષા પણ લેતા હતા. આ રીતે એમનું મુખ્ય કાર્ય વ્યાપાર કરવાનું હતું તથા ધનાદિથી સંપન્ન હોવાને કારણે તેઓ “શ્રેષ્ઠિ' કહેવાતા હતા. ગ્રંથમાં “બહુશ્રુત'ની પ્રશંસામાં અનેક પ્રકારના ધનધાન્યાદિથી પરિપૂર્ણ સામાજિકો (ધાન્યપતિ)થી સુરક્ષિત કોઠારની ઉપમા આપવામાં આવી છે. તે પરથી પ્રતીત થાય છે કે લોકો ધનાદિથી તો સંપન્ન હતા જ સાથે સાથે સમાજમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા હોવાથી “સામાજિક” પણ કહેવાતા હતા. અનાથી મુનિના પિતાનું નામ અત્યધિક ધનસંયમ કરવાને કારણે “પ્રભૂતધનસંચય” પડ્યું હતું. તે અંગનાઓની સાથે દેવોના જેવા સુખોનો ભોગ પણ ભોગવતા હતા.
શૂદ્ર ઃ એમની સ્થિતિ ખૂબ જ શોચનીય હતી. તેમની સાથે ગુલામો જેવો વર્તાવ કરવામાં આવતો હતો. તેઓ હલકી કક્ષાનાં કાર્યો કરતા હતા અને તેથી તેમનો સર્વત્ર નિરાદર (અનાદર) થતો હતો. કેટલાક શૂદ્રો પોતાના ગુણોને १ पोएण बवहरते पिहुंडं नगरमागए ।
तं ससत्तं पइगिज्झ सदेसमह पत्थिओ ।।
–૩. ૨૧. ર-૩.
તથા જુઓ ઉ. ૩૫. ૧૪. २ बावत्तरीकलाओ य सिक्खिए नीइकोविए ।
–૩. ર૧. ૬.
૩ જુઓ – પૃ. ૩૯૬, પા. ટિ. ૨. ૪ જુઓ – પરિશિષ્ટ ૨. ५ जहा से सामाइयाणं कोट्ठागारे सुरक्खिए ।
नाणाधनपडिपुण्णे एवं हवइ बहुस्सुए ।
–૩. ૧૧. ર૬.
૬ એવી નામ ચરી...મૂર્ષાિવનો !
-૩. ૨૦. ૮.
७ तस्स रूववइं भज्जं पिया आणेइ रूविणीं ।
पासाए कीलए रम्मे देवो दोगुंदगो जहा ॥
–૩. ર૧. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org