Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પરિશિષ્ટ ૪ દેશ તથા નગર
૪૯૯
કૌશાંબી : એ જૈનોનું પ્રમુખ કેન્દ્ર ગણાતું. “ઉત્તરાધ્યયન'માં તેને માટે “પુરાણપુરિની શબ્દનો પ્રયોગ થયો છે. “અનાથી મુનિના પિતા પ્રભૂતધનસંચય” અહીં જ રહેતા હતા. ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ-કાનપુર રેલ્વે લાઈન ઉપર ભરવાટી સ્ટેશનથી વીસ-પચીસ માઈલ દૂર (પ્રયાગથી બત્રીસ માઈલ દૂર) ફફોસા' નામનું ગામ છે. ત્યાંથી ચાર માઈલ છેટે “કુશવા” (કોસમ) નામનું ગામ છે. તે કૌશાંબી હોવું જોઈએ. તેને છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભનું જન્મસ્થાન પણ માનવામાં આવે છે. કનિંગહામે તેને બોદ્ધ અને બ્રાહ્મણોનું કેન્દ્ર માન્યું છે? આ “વત્સ” જનપદની રાજધાની હતી.
ગાન્ધાર : અહીના રાજાનું નામ હતું. નગતિ' તેમાં પશ્ચિમ પંજાબ અને પૂર્વ અફઘાનીસ્તાનનો સમાવેશ થતો હતો. સ્વાતથી જેલમ નદી વચ્ચેનો પ્રદેશ આ જનપદમાં આવતો હતો. મહાભારતની નામાનુક્રમણીમાં તેની સીમા સિન્ધ અને કુનર નદીથી માંડી કાબુલ નદી સુધી તથા પેશાવર તથા મુલ્તાન સુધી દર્શાવવામાં આવેલ છે. જેને સાહિત્યમાં તેની રાજધાની પુરૃવર્ધન” (પૂર્વ બંગાળ) દર્શાવેલ છે અને બોદ્ધ સાહિત્યમાં “તક્ષશિક્ષા'. આચાર્ય તુલસીએ જણાવ્યું છે કે ઉત્તારપથનું આ પ્રથમ જનપદ હતું.
ચંપા : આ વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું. અહીંના વેપારીઓ મિથિલા, પિહુંડ વગેરે સ્થાનોએ વેપાર કરવા જતા. પાલિત વણિકુ અને તેનો પુત્ર સમુદ્રપાલ અહીં રહેતા. આ અંગે જનપદ (જિલ્લો ભાગલપુર)ની રાજધાની હતી. બિહાર પ્રાન્તમાં ભાગલપુર સ્ટેશનથી ચોવીશ માઈલ પૂર્વમાં આવેલ
૧ ઉ. ૨૦. ૧૮ 2 Ancient Geography of India, p. 330. ૩ જે. ભા. સ. પૃ. ૪૭૫ ૪ ઉ. ૧૮. ૪૫ ૫ મહા. ના. પૃ. ૧૦૧ ૬ ઉ. સમી. પૃ. ૩૭૮ ૭ ઉ. ર૧. ૧, ૫ ૮ જે. ભા. સ. પૃ. ૪૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org